સુરતમાં માથાભારે સુર્યા બંગાળીએ ફાર્મહાઉસમાં ભીડ જમા કરી જન્મદિવસની કરી ઉજવણી – જુઓ વિડીયો

સુરત શહેરમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાનાં જન્મદિવસની ઊજવણીની શાહી સુકાઈ નહતી ત્યાં વધારે એક બર્થ ડે પાર્ટીએ વિવાદ જગાવ્યો છે. સુરત શહેરનાં ગોપીપુરા વિસ્તારનાં માથાભારે સુર્યા બંગાળીએ તેનાં જન્મદિવસની ઊજવણી ફાર્મહાઉસમાં પાર્ટી કરીને ઊજવતા વિવાદ થયો છે. સુર્યા મરાઠી પછી સુરત શહેરમાં નવા સુર્યાનો વિવાદિત ઉદય થતા પોલીસ માટે પડકાર રૂપ બન્યો છે. આ બર્થડે પાર્ટીનાં વીડિયો તેમજ તસવીરોએ સોશિયલ મીડિયામાં ગામ ગજવ્યું છે.

સુરત શહેરનાં ગોપીપુરા વિસ્તારનાં માથાભારે સૂર્યા બંગાળી દ્વારા બર્થ ડે સેલિબ્રેશનનાં નામે કરેલા તાયફાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. ગોપીપુરામાં રાયચંદ દીપચંદ શાળા નજીક અડ્ડો જમાવી ટપોરીગીરી કરતા સૂર્યા બંગાળીએ – ક્રિસમસનાં દિવસે તેની બર્થ ડે સુરત શહેરનાં છેવાડાનાં ફાર્મહાઉસમાં આયોજિત કરી હતી આ બર્થ ડે પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.

ભારે ભીડમાં સૂર્યા બંગાળીનાં પંટરોએ ડીજેનાં તાલે ઝૂમવાની સાથે ફટાકડાનાં ધૂમધડાકા કરી ખુબ તમાશો કર્યો હતો. મોડીરાતે થયેલી આ પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સિગનો પણ ભંગ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોએ ચકચાર જગાવી છે. સૂર્યા બંગાળીએ ઓલપાડનાં ફાર્મહાઉસમાં બર્થડે સેલિબ્રેશન કર્યુ હોવા અંગેનું કહેવાઇ રહ્યું છે.

કામરેજનાં બર્થ ડે સેલિબ્રેશન વિશે જિલ્લા પોલીસે કડક એક્શન લીધા હતા તે સમયે સૂર્યા બંગાળીએ પણ બર્થ ડે સેલિબ્રેશનનાં નામે જાહેરનામાનો ભંગ કર્યો હતો. જોકે આ માથાભારે, સૂર્યા બંગાળી બર્થ ડે સેલિબ્રેશનનાં નામે તાયફા કરવામાં નામચીન છે. 2 વર્ષ અગાઉ તેને જન્મદિવસની ઉજવણીમાં મધરાતે ડીજે અને ઢોલ – નગારાની ધામધૂમ વચ્ચે જાહેર માર્ગ પર કેક કાપી તમાશો કર્યો હતો . જે વીડિયો વાયરલ થતા અઠવા પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. અને સૂર્યા આણી મંડળીની અટકાયત કરી હતી. એનાં જન્મદિવસની ઊજવણીમાં એનાં સમર્થકોએ 101 કિલોની કેક કાપી હતી.

જોકે, અલ્પેશ મામલે જિલ્લા DSP ઉષા રાડાએ ચાર જેટલા પોલીસ કર્મચારી સસ્પેંડ કર્યા હતા તે સમયે આ બનાવ ફક્ત 48 કલાકમાં જિલ્લા પોલીસની હદમાં ફરી જન્મ દિવસની ઉજાણી કરવામાં આવી છે તે સમયે હાલ અહીંયા પણ પોલીસ ગુનો દાખલ કરી કર્મચારીઓની સસ્પેન્ડ કરી તેમજ ખુશ થશે એવું લાગે છે. સુરત શહેરમાં કુખ્યાયત સુર્યા મરાઠીની આ વર્ષે હત્યા થઈ હતી તે સમયે સુરત શહેરમાં સુર્યા નામનાં વધારે એક વ્યક્તિનો વિવાદિત ઉદય થયો છે. જોકે, આ પ્રકરણમાં તો સુર્યા બંગાળી સામે મત્ર જાહેરમાં પરવાનગી વિના ઊજવણી કરવાનો તેમજ કોરોનાના સંક્રમણની વચ્ચે ટોળા એકઠા કરીને વાયરસનાં ફેલાવામાં સંભવિત જોખમ સર્જવાનો આરોપ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *