સોશિયલ મીડિયા પર અવારનવાર આતંકીઓને ઠાર માર્યા હોય એવાં સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા કુલ 3 આતંકી ઠાર મારવામાં આવ્યા છે. શ્રીનગરમાં આવેલ લાવાપોરા વિસ્તારમાં એન્કાઉન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. જે સતત 15 કલાકથી પણ વધારે સમય સુધી ચાલ્યું હતું.
પોલીસ દ્વારા આતંકીઓને સરેન્ડર કરવાની તક આપી હતી પરંતુ તેમણે ફાયરિંગની શરૂઆત કરી દીધી હતી. હાલમાં પણ જાણ થઈ શકી નથી કે, માર્યા ગયેલ આંતકીઓ કયા સંગઠનના છે. એનાં પર સર્ચ-ઓપરેશન હાલમાં પણ ચાલી રહ્યું છે.
બાલાકોટ વિસ્તારમાં આતંકીઓનાં હથિયાર મળી આવ્યા :
આવી અટકળો વચ્ચે પોલીસ તથા આર્મીની ટીમે નિયંત્રણ રેખા(LoC) નજીક બાલાકોટમાં આવેલ મેંઢર વિભાગમાં કુલ 2 પિસ્તોલ, કુલ 70 કારતૂસ તથા કુલ 2 ગ્રેનેડ જપ્ત કરી લેવામાં આવ્યાં છે. પૂંછના SSP રમેશ અગ્રવાલ જણાવતાં કહે છે કે, આતંકીઓના પાકિસ્તાની હેન્ડલર્સે હથિયાર મોકલી દેવામાં આવ્યા હતાં. રવિવારનાં રોજ આતંકીઓના મદદગારોની ધરપકડ કર્યાં બાદ હથિયારોની જાણ થઈ હતી.
જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણ વર્ષ દરમિયાન કુલ 203 આતંકી ઠાર મરાયા :
મળી રહેલ જાણકારી મુજબ સુરક્ષાદળો દ્વારા વર્ષ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં કુલ 203 આતંકી ઠાર મારવામાં આવ્યા છે, જેમાં કુલ 166 લોકલ તથા કુલ 37 આતંકીઓ પાકિસ્તાની હતા. આ વર્ષે કુલ 49 આતંકીની ધરપકડ કરવામાં આવી છે તેમજ 9 આતંકીઓએ સરેન્ડર કરી દીધું હતું. દક્ષિણ કાશ્મીરમાં સૌથી વધારે આતંકી ઠાર મારવામાં આવ્યા હતાં.
આ વર્ષે કુલ 96 આતંકી ઘટના બની :
જેમાં કુલ 43 સામાન્ય લોકો માર્યા ગયા હતાં તેમજ કુલ 92 ઘાયલ થયા હતાં. આ સંખ્યા ગત વર્ષની સરખામણીમાં ખુબ ઓછી છે. વર્ષ 2019માં કુલ 47 લોકોનાં મોત નીપજ્યા હતાં તેમજ કુલ 185 લોકો ઘાયલ થયા હતા. આ વર્ષે ફક્ત કુલ 14 IED વિસ્ફોટક મળ્યા હતાં, ગત વર્ષે આ આંકડો માત્ર 36 હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle