બાઇકસવાર પર 11 KV વીજળીનો તાર પડતાં ઘટનાસ્થળ પર જ થયું દર્દનાક મોત -જાણો ક્યાંની છે આ ઘટના ?

માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વીજળી વિભાગની જીવલેણ બેદરકારીને કારણે એક બાઈકસવાર યુવકનું મોત નિપજ્યું છે. ત્યારબાદ લોકોએ ઘટનાના વિરોધમાં રાજસ્થાનમાં આવેલ ચિત્તોડગઢ રાવતભાટા રસ્તાને જામ કરી દેવામાં આવ્યો છે.

આ લોકો મૃતદેહને લઈ ઘટનાસ્થળ પર જ ધરણાં પર બેસી ગયા હતા. ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ફક્ત 1 મહિનામાં વીજળી વિભાગની બેદરકારીથી બીજીવાર આવી દુર્ઘટના બની છે. 11 ડિસેમ્બરનાં રોજ બાંસવાડામાં એક સ્કૂટીસવાર યુવતી પર હાઇ પાવર કેબલ પડવાને લીધે જીવતી સળગી ગઈ હતી.

શનિવારની સવારમાં 10.00 વાગ્યાની આજુબાજુ બાઈકસવાર પ્રતાપપુરાથી બોરાવ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ કુલ 11 KVની વીજલાઈન તૂટીને રોડ પર પડી ગઈ હતી, જેના સકંજામાં આવી જવાંથી યુવકનું મોત નિપજ્યું હતું. યુવકની ઓળખ 24 વર્ષીય શિવલાલ સેન તરીકે કરવામાં આવી રહી છે, જે પ્રતાપપુરાનો રહેવાસી હતો. ગુસ્સે ભરાયેલ લોકો તથા દુકાનદાર વીજ વિભાગની બેદરકારી જણાવી રહ્યા છે.

બોરાવ વિસ્તારને બંધ કરવામાં આવ્યો :
યુવકનું મોત નીપજ્યા બાદ ગ્રામીણ લોકોએ વળતરની માંગને લઈ રસ્તો જામ કરી દેવામાં આવ્યો છે. ઘટનાના વિરોધમાં બોરાવ વિસ્તારને પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

લોકોએ આક્ષેપ મુક્યો છે કે, જ્યારે કરંટ ફેલાઈ રહ્યો હતો તો લોકોએ કોલ કરીને ગ્રિડ સ્ટેશન પર સૂચના આપવામાં આવી હતી પરંતુ લાઈન બંધ ન કરવામાં આવી. ઘટના બાદ લોકો ગ્રિડ સ્ટેશન પર ગયા હતાં. કુલ 2 કર્મચારી ત્યાંથી ફરાર થઈ ગયાં હતા. મૃતકનાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. સમગ્ર વિસ્તારમાં વીજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *