રાજ્યમાંથી અવારનવાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ઘણીવાર અકસ્માત એટલાં ભયંકર સર્જાતાં હોય છે કે, અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલમાં આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. માઉન્ટ આબુથી નીચે ઉતરતી બસ વિર બાવસી મંદિર પાસે પલટી મારી ગઈ છે.
આ બસમાં કુલ 25 જેટલા મુસાફરો સવાર હતા. આ મુસાફરો ગુજરાતથી માઉન્ટ આબુ તરફ ગયા હતા. માઉન્ટ આબુથી નીચે ઉતરી બસની બ્રેક ફેઇલ થઈ જતા પલટી મારી ગઈ હતી. બસમાં સવાર કુલ 12 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી કુલ 5 લોકોની સ્તિથી ખુબ ગંભીર છે. જ્યારે એક મુસાફરનું મોત નિપજ્યું છે.
ગુજરાતના ખંભાતના મુસાફરો હોવાનું સામે આવ્યુ :
ગુજરાતના પ્રવાસીઓને ગંભીર રીતે અકસ્માત નડ્યો છે. ગુજરાતના પ્રવાસીઓની બસ ખીણમાં પલટી મારી ગઈ છે. માઉન્ટઆબુમાં વિરબાબા મંદિર નજીક બસ પલટી મારી ગઇ છે. શિવમ ટ્રાવેલ્સની બસમાં પ્રવાસીઓ ગયા હતા. ટ્રાવેલ્સનો માલીક અમિત પટેલ બસ ચલાવી રહ્યો હતો.
આ માર્ગ અકસ્માતમાં બસના કંડક્ટર પંકજ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બધાં જ મુસાફરો લાલગુરુ ચોકના રહેવાસી છે. એર બ્રેકમાંથી એર નિકળી હોવાને કારણે બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો હતો. ડ્રાઇવરે ગાડીને ખાઇમાં જતા બચાવી હતી.
રોડની બાજુમાં આવતી પથ્થરની રેલીંગ નજીક બસ આડી પડી હતી. આ બસમાં કુલ 23 મુસાફર, 1 ડ્રાઇવર તથા 1 કંડ્કટર સવાર હતા. બસમાં કુલ 15થી વધારે મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. આ ઇજાગ્રસ્તોને સારવાર માટે ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
બધાં જ મુસાફરો ગુજરાતમાં આવેલ ખંભાતના હોવાનું સામે આવી રહ્યું છે. અકસ્માત સર્જાતાંની સાથે જ આરોગ્ય વિભાગની ટીમ તેમજ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિક પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. સ્થાનિકો તથા પોલીસની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી. હાલમાં બસ ક્યાંથી આવી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle