અમદાવાદની વધુ એક હૉસ્પિટલ આગમાં બળીને ખાખ, જાણો જલ્દી

ગુજરાત રાજ્યમાં હૉસ્પિટલો પર માથે જાણે કે આગની ઘાત બેસી ગઈ હોય એવું લાગી રહ્યું છે. એક બાદ એક હૉસ્પિટલોમાં આગનાં બનાવો બહાર આવે છે. આમાં આજ રોજ ભરબપોરનાં સમયે અમદાવાદમાં વધારે એક હૉસ્પિટલમાં આગ લાગી ગઈ હતી.

અમદાવાદ શહેરનાં બારેજા વિસ્તારમાં મેઇન રોડ પર આવેલી એક મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં આગ લાગવાથી લોકોનાં જીવ તાળવે ચોટી ગયા હતા. ઘટનાની વિગતો એવી છે કે, અમદાવાદ શહેરનાં બારેજા વિસ્તાર આસ્થા મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલ આવેલી છે. આ હૉસ્પિટલનો ઉપરનો માળ શેડેડ હોવા અંગેનું જાણવા મળ્યું છે એમાં આજ રોજ આગ લાગી હતી.

આગની જ્વાળાઓ દૂર દૂર સુધીનાં વિસ્તારમાં ફેલાઈ જવાથી લોકો બનાવ સ્થળે આવી ગયા હતા. એવામાં રેસ્ક્યૂ માટે ફાયરનાં લશ્કરો પણ આવી ગયા હતા. આ હૉસ્પિટલની આગ દેખાવમાં બહુ જ વિકરાળ હોવા છતાં પણ એમાં જાનહાનિનાં સમાચાર હજુ સુધી મળ્યા નથી જેનાં લીધે અત્યારે પૂરતો તો તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે પણ હૉસ્પિટલની આગને લીધે ત્યારે તંત્રને દોડતું થઇ ગયું હતું.

આ હૉસ્પિટલનાં બીજા માળે દેખાતા પતરાનાં શેડમાંથી આગનાં ધૂમાડા તેમજ વિકરાળ જ્વાળાઓ બહાર આવતી જોઇને બધા લોકોનાં જીવ અદ્ધર થયા હતા. બધાને મોટું અમંગળ થવાનો ડર હતો પણ બનાવમાં કઈ પણ જાનહાનિનાં ન થયા હોવાના સમાચાર મળતા લોકોએ હાશકારાનો અહેસાસ કર્યો હતો.

નોંધનીય વાત એ છે કે, અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર, સહિત ગુજરાત રાજ્યનાં ઘણા શહેરોની કોરોના હૉસ્પિટલોમાં આગ લાગવાથી હાલ સુધીમાં ઘણા નિર્દોશ દર્દીઓ બળીને ભડથું થયા છે. એ પછી મુખ્યમંત્રી રૂપાણી દ્વારા રાજ્યની નવી ફાયર પોલિસી પણ ઘડી છે આવનારી 26મી જાન્યુઆરીનાં રોજથી ગુજરાત રાજ્યમાં લાગુ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *