દિલ્હીના અશોક વિહાર વિસ્તારમાં બાઇકની પાછળ બેઠેલા એક યુવકની સોસાયટીમાંથી નીકળી રહેલા કાર ચાલકની બેદરકારીના કારણે મોત નીપજ્યું હતું. જોકે, બાઇક ચલાવનાર વ્યક્તિ બચી ગયો હતો. બાઇક પર સવાર બંને યુવકો કાર સાથે ટકરાતાં રસ્તામાં પડી ગયા હતા. પરંતુ પાછળ બેઠેલી વ્યક્તિ આગળથી આવી રહેલી ટ્રકે કચડી નાખ્યો હતો, જેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટના બાદ બંને વાહન ચાલકો ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના આ વિસ્તારમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, ફૂટેજની મદદથી વાહનોની ઓળખ કરવામાં આવી છે અને ઘટના સમયે કાર અને ટ્રક કોણ ચલાવતો હતો તેની તપાસ પોલીસ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ મૃતક વ્યક્તિની ઓળખ પિંકુ તરીકે થઈ છે.
તે શાલીમાર બાગમા આવેલા સલૂનમાં કામ કરતો હતો. ગુરુવારે તે મિત્ર સાથે બાઇક પર જઇ રહ્યો હતો. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ અકસ્માત બાદ વ્યક્તિએ ટ્રકને અટકવ્યો હતો, પરંતુ બાદમાં ડ્રાઇવર ટ્રક સાથે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. કાર ચાલક પણ તેની કાર લઇને ત્યાંથી ભાગી ગયો હતો.
પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પિંકુને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાર અને ટ્રક ચાલકો વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવાથી મોતનો મામલો નોંધ્યો છે અને બંનેની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle