કચ્છમાં રોંગ સાઈડમાં કાર ચલાવી રહેલ તલાટીની પત્નીએ છકડાને લીધો અડફેટે- ઘટના સ્થળે જ થયા આટલા મોત

માર્ગ અકસ્માતની ઘટનામ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં આવી જ એક માર્ગ અકસ્માતની ગંભીર ઘટના સામે આવી રહી છે. માર્ગ પર બનતી અકસ્માતોની ઘટનાઓમાં ઘટાડો કરવાં માટે કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોને કડક કરી દેવામાં આવ્યા છે.

બીજી બાજુ અમુક લોકો ટ્રાફિકના નિયમોને ગંભીરતાથી લેતાં નથી. વાહન ચલાવતી વખતે ચાલકની થોડી પણ બેદકારી લોકો માટે જીવલેણ શાબિત થતી હોય છે ત્યારે આવી જ અકસ્માતની ઘટના કચ્છમાંથી સામે આવી રહી છે કે, જેમાં ઉત્તરાયણના દિવસે એક ફોર્ચ્યુંનર કારે 2 બાળકીઓનો જીવ લીધો હતો.

કુલ 5 જેટલી યુવતીઓને ઈજાગ્રસ્ત કરી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે બંને બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

એવું પણ માનવામાં આવે છે કે, અકસ્માત સર્જનાર કાર ભૂજના તલાટીની પત્ની ચલાવી રહી હતી. 14 જાન્યુઆરીએ કચ્છના અંજારમાં આવેલ સોપડા ગામમાં રહેતી યુવતીઓ કચ્છનું સફેદ રણ જોવા માટે નીકળી હતી. કુલ 10 જેટલી યુવતીઓ તેમજ 2 બાળકીઓ સફેદ રણમાં જવા માટે છકડામાં બેસીને ગયા હતા.

થોડા સમય સફેદ રણ ફર્યા બાદ બપોર સમયે બધી જ યુવતીઓ તથા બાળકીઓએ ઘરે પાછાં ફરવાનો વિચાર કર્યો હતો. જેને લીધે તેઓ છકડામાં બેસીને ઘરે પાછાં આવી રહ્યા હતા. જ્યારે આ યુવતીઓનો છકડો ભીરંડિયાથી 6 કિમી દૂર હતો. આ સમયે સામેથી રોંગ સાઈડમાં આવી રહેલ એક ફોર્ચ્યુંનર કારે છકડાને અડફેટે લીધી હતી.

સફેદ કલરની કાર જાનકીબેન નિલેશભાઈ જણસારી નામની 30 વર્ષીય મહિલા ચલાવી રહી હતી. પૂર ઝડપે રોંગ સાઇડ કારે છકડાને અડફેટે લેતાં બંને વાહન પલટી મારી ગયા હતાં. તપાસ કર્યાં બાદ મહિલાની અટકાયત કરવામાં આવી છે. ફોર્ચ્યુંનર કારની ટક્કર લાગવાને લીધે છ્કડો પલટી મારી ગયો હતો.

જેને લીધે છકડામાં રહેતી યુવતીઓ તથા બાળકીઓને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટનાને કારણે આજુબાજુના રાહદારીઓ તથા ગામ લોકો ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા તેમજ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાની કામગીરી કરવામાં આવી હતી.

આ ઘટનામાં 2 બાળકીઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાને લીધે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આની સાથે જ પોલીસે 2 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જઈને સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનામાં 5 જેટલી યુવતીઓને ઈજા પહોંચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *