સુરતનાં અમરોલી વિસ્તારમાં કારમાંથી મળી આવ્યો 180 લીટર દેશી દારુ, આરોપીના નામ જાણી

રાજ્યમાં ગુનાઓના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં સુરત શહેરમાંથી એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. શહેરમાં નશાના કારોબારની વિરુદ્ધ પોલીસ લાલ આંખ કરી રહી છે. અમરોલી વિસ્તારમાં કારમાં દેશી દારૂની હેરાફેરી કરી રહેલ 2 ઇસમોને અમરોલી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.

પોલીસે કાર તથા દેશી દારુ મળીને કુલ 89,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓએ પોલીસથી બચવા માટે કારમાં પ્લાસ્ટિકની ગુણમાં દેશી દારૂનો જથ્થો રાખ્યો હતો. જેની તપાસ કરતાં પોલીસને કુલ 180 લિટર જેટલો દારૂ મળી આવ્યો હતો. જેને લીધે પોલીસે આરોપીઓને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આની સાથે જ દારૂ ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યો છે તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.

બાતમીને આધારે દારૂ ઝડપાયો :
અમરોલી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો આ દરમ્યાન બાતમી મળી હતી કે, કેટલાક ઈસમો કારમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે. મળેલ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી અંજની ઇન્ડસ્ટ્રીઝ પાસેથી કારને અટકાવીને તેમાં તપાસ કરતા કુલ 36,000 રૂપિયાની કિમતનો 180 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

બે આરોપીઓને ઝડપી લેવાયા :
પોલીસે કાર ચાલક ગોલવાડમાં રહેતા સંજયભાઈ જગદીશભાઈ રાણા તથા અસ્ફાક યાસીનભાઈ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ ગાડીમાં પ્લાસ્ટીકની ગુણમાં દેશી દારુનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કાર, દેશી દારૂ, મોબાઈલ મળીને કુલ 89,000 રૂપિયાનો માલ કબજે કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *