ભારતમાં અનેકવિધ પ્રાચીન તથા રહસ્યમય મંદિરો આવેલા છે ત્યારે હાલમાં એક ખુબ પ્રાચીન મંદિરને લઈ જાણકારી સામે આવી રહી છે. આંધ્રપ્રદેશનાં શ્રીકાકુલમ જિલ્લામાં આવેલ અરસાવલ્લી ગામથી અંદાજે 1 કિમી પૂર્વ દિશામાં ભગવાન સૂર્યનું મંદિર આવેલું છે.
જે અંદાજે 1,000 વર્ષથી વધુ પ્રાચીન મંદિર આવેલું છે. પદ્મ પુરાણ મુજબ કશ્યપ ઋષિએ અહીં ભગવાન સૂર્યની મૂર્તિની સ્થાપના કરી હતી. બીજા ધર્મ ગ્રંથોના જણાવ્યાં મુજબ ઇન્દ્રએ અહીં ભગવાન સૂર્યની મૂર્તિનું સ્થાપન કર્યું હતું. એવી માન્યતા રહેલી છે કે, આ દેશનું એકમાત્ર એવું સૂર્ય મંદિર છે કે, જ્યાં આજે પણ સંપૂર્ણ વિધિ-વિધાનથી ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવે છે.
આની સાથે જ એવી પણ માન્યતા રહેલી છે કે, આ મંદિરમાં 43 દિવસ સુધી સૂર્ય નમસ્કાર કરવાની સાથે જ ઇન્દ્ર પુષ્કરણી કુંડમાં સ્નાન કરવાથી આંખ તથા સ્કિનની બીમારીઓમાંથી રાહત મળે છે. આવો જાણીએ આ મંદિર વિશે કેટલીક રહસ્યમય વાતો.
પત્નીઓ સાથે ભગવાન સૂર્યદેવને પૂજવામાં આવે છે :
આ મંદિરમાં લાંબા કાળા ગ્રેનાઇટ પત્થરથી કમળનું ફૂલ બનાવવામાં આવ્યું છે. જેના ઉપર ભગવાન આદિત્યની કુલ 5 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિનું મુકૂટ શેષનાગના ફેણનું બનેલું છે. અહીં ભગવાન સૂર્યની પૂજા તેમની 2 પત્નીઓ એટલે કે, ઉષા તથા છાયાની સાથે કરવામાં આવે છે.
7મી સદીમાં મૂર્તિ સ્થાપના થઇ હતી :
પુરાતત્વ નિષ્ણાતોનાં મત મુજબ આ મંદિરમાં આવેલ પત્થરના શિલાલેખોથી એવી વાત જાણવા મળી રહી છે કે, કલિંગ સામ્રાજ્યના શાસક દેવેન્દ્ર વર્માનાં હસ્તે આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. આની સાથે જ 7મી સદીના શરૂઆતના વર્ષમાં ભગવાન સૂર્યની મૂર્તિનું અહીં સ્થાપન કરવામાં આવ્યું હતું. શિલાલેખોથી એવું પણ જાણવા મળ્યું છે કે, અહીં વૈદિક વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બનાવવા માટે લોકોએ જમીન દાન કરી હતી. આ જમીન રાજા દેવેન્દ્ર વર્માના ઉત્તરાધિકારીઓએ અંદાજે 11મી સદીમાં દાન કરી હતી.
પંચદેવ પૂજા :
આ મંદિરમાં પંચદેવોની મૂર્તિઓની પણ સ્થાપના કરવામાં આવી છે. આ કારણે સૌર, શૈવ, શાક્ત, વૈષ્ણવ તથા ગાણપત્ય સંપ્રદાયના લોકોની માટે પણ આ મંદિર ખુબ ખાસ છે. અહીં ભગવાન સૂર્યની મુખ્ય મૂર્તિઓની સિવાય ભગવાન વિષ્ણુ, ગણેશ તથા શિવજીની સાથે અંબિકા સ્વરૂપમાં દેવી દુર્ગાની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે.
વિશિષ્ઠતાઃ સૂર્યના કિરણો સીધા મૂર્તિ ઉપર જ પડે છેઃ
સૂર્ય નારાયણ સ્વામી મંદિરને ખાસ પ્રકારે બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં વર્ષમાં 2 વખત એટલે કે માર્ચ તથા સપ્ટેમ્બર મહિનામાં સૂર્યના કિરણો સીધા ભગવાનના ચરણો ઉપર પડે છે. આ પરિસ્થિતિ સવારના સમયમાં થોડા કલાકો માટે બને છે. સૂર્યના કિરણો 5 મુખ્ય દ્વારોથી થઇને પસાર થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle