થોડા દિવસ બાદ ચુંટણી નજીક આવી રહી છે ત્યારે હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરને લઈ એક જાણકારી સામે આવી છે. આ જાણકારી શહેર વોર્ડ નં 8 નાં ઉમેદવાર શ્રી વિજય ઘેલાણીની છે. વિજય ઘેલાણી ગામ ધંધુકા જીલ્લામાં આવેલ ભીમનાથ તાલુકાનાં પીપળ ગામના વતની છે.
તેઓએ ધંધુકામાં BBA નો અભ્યાસ કર્યો છે. આની સાથે જ તેઓ બિઝનેસ મેનેજમેન્ટ વ્યવસાયની સાથે જોડાયેલાં છે અને સેવક એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ નામના NGOના પ્રમુખ તરીકે સમાજ સેવાનું કાર્ય કરી રહ્યાં છે કે, જેને લીધે તેઓની પ્રશંસા થઈ રહી છે.
શું છે તેમની સેવાકિય પ્રવૃત્તિ?:
1. ફ્રી પુસ્તક વિતરણ કાર્યક્રમ :
છેલ્લા 7 વર્ષથી સુરતનાં અનેકવિધ વિસ્તારમાં દર વર્ષે 12,000 કરતાં પણ વધુ બાળકોને ફ્રી પુસ્તક કીટની સહાય કરે છે.
2. વૃદ્ધોને ફ્રી ભોજનની સહાય :
જે કોઈપણ નિરાધાર, બિમાર, ગરીબ, અથવા તો લાચાર વૃદ્ધ દંપતી હોય એમને દરરોજ 2 ટાઈમના ભોજનની સેવા અવિરતપણે ચાલુ છે. 3. અનાથ અને આદિવાસી બાળકોને ફ્રી માં ભોજન સહાય તથા કપડાની સહાય કરવામાં આવે છે.
4. પુર ગ્રસ્તોની સહાય :
કેરળ, બનાસકાંઠા તથા અસરગ્રસ્ત વિસ્તારોમાં ભોજન તથા કપડાની સહાય કરવામાં આવી છે.
5. વિધવા બહેનોને સહાય :
આની સાથે-સાથે અનાજની કિટ અને બાળકના અભ્યાસની ફી ચુકવવા જેવી સહાય કરવામાં આવે છે
આની સાથે જ કોરોના મહામારીમાં ગરીબ-નિરાધાર અને ભૂખ્યા લોકોની સતત 55 દિવસ સુધી 2.5 લાખથી પણ વધુ ફૂડ પેકેટ અને 2,500 થી પણ વધુ અનાજની કીટનું વિતરણ કરી લોકોને મદદરૂપ થનાર એવા સેવક ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિજય ઘેલાણીને ખુબ ખુબ અભિનંદન.
જેઓ દિલ્હીના કેજરીવાલ સરકારના કામોથી પ્રભાવિત થઈને હાલના સમયમાં ‘આમ આદમી પાર્ટી’ ની સાથે જોડાઈ વિજય ઘેલાણી જેઓ સુરત વોર્ડ નંબર 8 સિંગણપોર – ડભોલી વિસ્તારમાં ‘આમ આદમી પાર્ટીના ઉમેદવાર’ તરીકે પસંદગી પામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle