સમગ્ર દેશમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ માટે સુરતનાં 2 યુવાનોએ મળીને કરી અનોખી શોધ

દેશના યુવાનો કઈકને કઈક નવું સંશોધન કરતાં રહતા હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી છે. GTU ઈનોવેશન સેન્ટર સુરતમાં સ્ટાર્ટઅપકર્તા અભિમન્યુ તથા વરદાન રાઠી દ્વારા વોટર પ્યૂરિફાયર મશીન “વરદાન” તૈયાર કરવામાં આવ્યું છે.

જેનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર દેશવાસીઓને પીવાનું શુદ્ધ પાણી મળી શકે એ રહેલો છે. જે ફક્ત 8 પૈસા પ્રતિ લિટર પ્યુરીફાયર્ડ પાણી આપે છે. GTU ઈનોવેશન કાઉન્સિલ દ્વારા આ સ્ટાર્ટઅપને અત્યાર સુધીમાં કુલ 21.5 લાખ કરતાં પણ વધારે ગ્રાન્ટ અપાઈ ચૂકી છે.

આ વોટર પ્યૂરિફાયરની ખાસિયત તો એ છે કે, તે કોઈપણ પ્રકારના મેઇન્ટેનન્સ તથા વિદ્યુત ઉપકરણોની મદદ વિના સતત 10 વર્ષ સુધી 1.50 લાખ લિટર પાણીનું શુદ્ધિકરણ કરી શકે છે. 10 વર્ષ સુધી આ ડિવાઈસનો ઉપયોગ કરી શકાય છે. આ પ્યુરીફાયરની કિંમત અંદાજે 5,500 રૂપિયા રહેલી છે.

સ્ટાર્ટઅપ માટે સતત 9 વર્ષ સુધી રિસર્ચ કર્યું :
સસ્ટેનેબલ લાઈવલીહૂડ ઈનોશિએટીવ ઈન્ડિયા હેઠળ ગરીબ લોકોને પણ શુદ્ધ પીવાનું પાણી મળી રહે એની માટે અમે આ સ્ટાર્ટઅપ તૈયાર કર્યું છે. જેની માટે સતત 9 વર્ષ સુધી રિસર્ચ કરવામાં આવ્યું હતું. 11 વખત પ્રયાસ કર્યા બાદ ડિવાઈસ તૈયાર કરવામાં આવ્યું છે.

આની સાથે જ કુલ 30 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. યુનાઈટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ આ મશીનને ઈન્ટરનેશનલ લેવલે મદદરૂપ થવાં માટે તેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે એવું અભિમન્યુ રાઠી જણાવતાં કહે છે.

મેઇન્ટેનન્સ વગર સતત 10 વર્ષ સુધી ચાલશે:
ખાસ વિશેષતા તો એ છે કે, તે કોઈપણ પ્રકારના મેઇન્ટેનન્સ તથા વિદ્યુત ઉપકરણોની મદદ વિના સતત 10 વર્ષ સુધી 1.50 લાખ લિટર પાણીનું શુદ્ધિકરણ કરી શકે છે. આર્થિક રીતે પરવડી રહે તેવા ગ્રેફિનના મોલિકૂલ્સ તથા ઈ-વેસ્ટ એવી મોબાઈલ સ્ક્રીનનો સોલર પેનલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે.

બેકટેરિયા તથા વાયરસના વિનાશ માટે અલ્ટ્રાવાયોલેટ કિરણોને લીધે માત્ર 1 કલાકમાં કુલ 40 લિટર પાણીનું શુદ્ધિકરણ કરી શકે છે. અન્ય ROની તુલનામાં આ મશીનમાં પાણીનો બગાડ નહીંવત પ્રમાણમાં થાય છે. આની સાથે જ ગ્રેફિનના ઉપયોગથી હેવી મેટલ્સ તથા હાનિકારક બૅક્ટેરિયા, વાયરસનું શુદ્ધિકરણ મહત્તમ પ્રમાણમાં થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *