ગર્વની વાત: મુશ્કેલમાં મુશ્કેલ માર્ગ પસાર કરી ગોકુલ પટેલે લદાખમાં લહેરાવ્યો તિરંગો

હાલમાં ખુબ ગર્વની લાગણી અનુભવાઈ એવી જાણકારી સામે આવી છે. રાજ્યમાં આવેલ વિરમગામના ગોકુલ પટેલ સહિત અમદાવાદના યુવાનોએ મળીને લદ્દાખના ચાદર ટ્રેક પર તિરંગો લહેરાવ્યો છે. યુવાનોએ સતત 5 દિવસ સુધી ચાદર ટ્રેક પર માઇનસ 30 ડિગ્રી તાપમાન કરતા પણ ઓછા તાપમાનમાં પસાર કર્યા હતા.

માઇનસ 30 ડિગ્રી કરતા ઓછા તાપમાનમાં યુવાનોએ સતત 5 દિવસ સુધી કઠીન રસ્તો પાર કર્યો હતો. લદ્દાખમાં આવેલ જાંસ્કારની ખીણમાં ચાદર ટ્રેક લોકો આકર્ષણનું કેન્દ્ર હોવાને લીધે ખુબ લોકો મોટી સંખ્યામાં સાહસીક લોકો ત્યાં ફરવા માટે આવતાં હોય છે.

ચાદર ટ્રેક કોઇ રસ્તો નથી પરંતુ તે એક નદી છે. શિયાળાની સીઝનમાં નદીનું પાણી બરફ બની જતું હોય છે તેમજ જોનાર લોકોને એવું લાગતું હોય છે કે, પહાડ પર બરફની ચાદર પાથરવામાં આવી છે. જેથી આ ટ્રેકને ચાદર ટ્રેક નામ આપવામાં આવ્યું છે. શિયાળામાં નદીનું પાણી થીજીને બરફ બનતું હોવાને લીધે લોકો તેનો ઉપયોગ રસ્તા તરીકે પણ કરતાં હોય છે.

હાલમાં વિરમગામના એક યુવાને 10 યુવાનો સાથે મળીને લદ્દાખના ચાદર ટ્રેક પર ગયા હતા. આ યુવાનો ગૃપમાં ચાદર ટ્રેકના નેરક પોઇન્ટ સુધી ગયા હતા. વિરમગામના ગોકુલ પટેલ સહિત અમદાવાદના યુવાનોએ લદ્દાખના ચાદર ટ્રેક પર તિરંગો લહેરાવ્યો હતો.

લદ્દાખના ચાદર ટ્રેક પર માટે ગયેલ વિરમગામના ગોકુલ પટેલ જણાવે છે કે, લદ્દાખનો ચાદર ટ્રેક એક અઘરો ટ્રેક હોવાનું માનવામાં આવે છે. અમે 10 યુવાનો લદ્દાખના ચાદર ટ્રેકના નેરક પોઇન્ટ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. જ્યાં અમે તિરંગો લહેરાવ્યો હતો. અમે સતત 5 દિવસ સુધી ચાદર ટ્રેક પર માઇનસ 30 ડિગ્રી તાપમાન કરતા પણ ઓછા તાપમાનમાં પસાર કર્યા હતા.

નદીમાં પાણી વહેતુ હોવાને લીધે તેમજ સ્નો ફોલ ચાલુ હોવાને લીધે ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો પણ મુશ્કેલીઓની વચ્ચે પણ હિમ્મત હાર્યા વિના મજબુત મનોબળથી અમે લદ્દાખના ચાદર ટ્રેક પર સતત 5 દિવસ બાદ પસાર કર્યા હતા. આવા અનુભવથી અમને ભવિષ્યમાં આવતી મુશ્કેલીનો સામનો કરવાની પ્રેરણા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *