સુરતનો હવસખોર ભૂવાજી: મામા કહીને બોલાવતી 21 વર્ષિય યુવતીને દાસી બનાવી આચર્યું દુષ્કર્મ

હાલમાં આપણે જાણીએ છીએ કે, દિવસેને દિવસે હવસખોરોની સંખ્યા વધતી જાય છે. આ દરમિયાન સુરતમાં વધુ એક કેસ સામે આવી રહ્યો છે જેમાં 21 વર્ષની યુવતી સાથે તેના જ મામા એ કર્યો બળત્કાર અને લગ્ન કરવા માટે ધમકાવી. આજે રાંદેર પોલીસ સ્ટેશન (Rander Police) વિસ્તારમાં એક હવસખોર ભૂવાએ 21 વર્ષિય યુવતીને દાસી બનાવી હવસનો શિકાર (Rape Case) બનાવ્યાની ઘટના સામે આવી છે.

સુરતના ઉગત આવાસમાં રહેતાં 40 વર્ષીય ભૂવાએ પોતાને મામા કહેતી 21 વર્ષની યુવતીને જ તેના પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપીને યૌનશોષણ કર્યાની ઘટના સામે આવી હતી. પોતાનાથી અડધી વયની યુવતીનું યૌનશોષણ કરી તેને દાસી તરીકે રાખી ત્રીજી યુવતીને પત્ની તરીકે રાખનાર આ હવસખોર ભૂવા વિદ્ધ યુવતીએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના ઉગત વિસ્તારમાં રહેતી 21 વર્ષની યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ રાંદેર આવાસમાં રહેતી હતી. જ્યારે સમાજમાં ભૂવા તરીકે ઓળખાતાં અને હાલ ઉગત આવાસમાં રહેતાં 40 વર્ષના બીપીન ગોવિંદ સોંધરવા અડાજણ વિસ્તારમાં રહેતો હતો. તેની પત્નીને આ યુવતીના પિતાએ બહેન માની હતી તેથી તે સંબંધથી બીપીનની અવરજવર તેમના ઘરે રહેતી હતી. અને આ યુવતી બીપીનને મામા કહેતી હતી. 2002માં યુવતીની માતાનું અવસાન થયુ હતું અને ત્યારબાદ ત્રણેક વર્ષ બાદ પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા.

સાવકી માતા સાથે ફાવતું નહીં હોવાથી આ યુવતી બીપીનના ઘરે રહેવા જતી રહી હતી. 2018માં આ ભૂવાની પત્ની તેને છોડીને જતી રહી હતી. બીપીન મે-2019માં ઉગત આવાસમાં રહેવા આવી ગયો હતો. બીપીને આ યુવતીના પિતા અને ભાઈને મારી નાખવાનું કહી પોતાની સાથે રહેવા બોલાવી હતી અને યૌનશોષણ કરનાર ભુવાએ લગ્ન કરવાને બદલે દાસી તરીકે રાખી હતી. ત્રીજી યુવતીને પત્ની તરીકે રાખનાર આ હવસખોર ભૂવા વિરુદ્ધ યુવતીએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ભૂવાના બિપીન સામે 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધવતા ભૂવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં લંપટ ભૂવો હોવાનો ઢોંગ કરતો નજરે પડી રહ્યો છે. આ સાથે અન્ય ભૂવાઓને ઠગ કહી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *