આપને જાણીએ જ છીએ કે હાલમાં બળાત્કારના કેસોમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. હેવાનો હેવાનિયતની બધી હદો પાર કરીને નાની નાની બાળકીને પણ દુષ્કર્મનો ભોગ બનાવે છે. આ દરમિયાન ફરી એક કેસ એવો સામે આવ્યો છે જેમાં એક 7 વર્ષની ભત્રીજી સાથે તેના જ ફૂવાઈ દુષ્કર્મ આચર્યું.
સંબંધોને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. સાત વર્ષની માસૂમ દીકરી સાથે તેના જ ફુવા સમાન પિતાએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. આ દરમિયાન યુનિવર્સિટી પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં નરાધમ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. યુનિવર્સિટી પોલીસ મથકમાં મનહરપુર ગામે રહેતા યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે સંતાનમાં સાત વર્ષની દીકરી છે જે બીજા ધોરણમાં અભ્યાસ કરે છે.
તારીખ 11 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે ‘હું મારી રિક્ષા લઈને મારા ગામે મારા મિત્રના ઘરે ગયો હતો અને રાત્રે તેમના જ ઘરે રોકાયો હતો. અને બીજા દિવસે સવારે મારા ઘરે પહોંચ્યો હતો. ત્યારે માતા અને બંને પરિણીત બહેન ઘરે હાજર હતી. પરંતુ ત્રણેયના ચહેરા ઉપર ઘેરી ચિંતા જણાઈ રહી હતી. ત્યારબાદ મને જાણવા મળ્યું કે, મારી બહેનનો પતિ સુનિલ 11 ફેબ્રુઆરીના રોજ સાંજે બે સંતાનો સાથે મારી પુત્રીને પણ બગીચામાં ફરવા લઈ ગયો હતો. આ દરમિયાન 5:30 વાગ્યે બહેન ઘરે ગઈ ત્યારે બંને સંતાનો બહાર રમી રહ્યા હતા.’
‘પરંતુ તેનો પતિ સુનિલ સાત વર્ષની તેની ભાણેજ સાથે રૂમમાં હતો. સુનિલની પત્ની એટલે કે, મારી બહેન જ્યારે રૂમમાં દાખલ થઈ ત્યારે તેણે જોયું કે, સુનિલ માસુમ બાળકી સાથે વિકૃત અડપલા કરતો હતો. આ દરમિયાન અચાનક પત્ની ઘરમાં આવી જતા ડરી ગયેલો સુનિલ મારી બહેન પાસે માફી માગવા લાગ્યો હતો. આ ઉપરાંત સાથે જ સમગ્ર ઘટના અંગે કોઈને વાત નહીં કરવા પણ વિનંતી કરવા લાગ્યો હતો. ત્યારે મારી બહેનને આ વાત માતાને કરતા ઉશ્કેરાયેલા સુનીલે શાક સમારવાનું ચાકુ ઉપાડીને પોતાની હાથની નસ કાપી નાખી હતી અને પાટો બાંધવા જાવ છું કહી ઘરેથી ભાગી ગયો હતો.’
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, પોતાના લગ્ન આજથી 10 વર્ષ પહેલા થયા હતા. સંતાનમાં તેને એક પુત્રી છે. લગ્ન જીવન દરમિયાન પત્ની સાથે મનમેળ ન હોવાથી છ વર્ષ પહેલા પત્નીથી છુટાછેડા લઈ લીધા હતા. તેમજ લગ્ન સંબંધ દરમિયાન એક પુત્રી થઈ હતી જેને તેણે પોતાની પાસે રાખી છે જેની ઉંમર હાલ 7 વર્ષની છે.
સમગ્ર ઘટના અંગે થયેલી વાતચીતમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ અજીતસિંહ ચાવડાના જણાવ્યા મુજબ આ પ્રકારના ગુનામાં બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ જતું હોય છે અને હવસખોર નરાધમો છૂટી જતા હોય છે. તેથી આ પ્રકારના ગુનામાં સરકારી પંચ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રકારના ગંભીર ગુના નોંધાયા પછી આરોપીઓ દ્વારા પીડિતાના પરિવાર સાથે સમાધાન કરી લેવામાં આવતું હોય છે. આ ઉપરાંત જ્યારે કોર્ટમાં કેસ ચાલતા હોય ત્યારે સાક્ષીઓ ફરી જતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle