ઉતાવળ વ્યક્તિને મૃત્યુના મોં પર લાવી શકે છે. પરંતુ “जिसको राखे साइयां, मार सके न कोई” આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વૃદ્ધ મહિલાની ઉપર માલની ટ્રેન પસાર થઈ રહી છે અને મહિલાને જરીક પણ નુકશાન ન થયું.
સિગ્નલ ન હોવાને કારણે એક વૃદ્ધ મહિલા ઊભેલી ટ્રેનની નીચેથી ઉતાવળમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ અચાનક ટ્રેન ચાલવા લાગી અને ત્યાંથી પસાર થઈ રહેલ વ્યક્તિ અને ગેટમેને ચીસો પાડીને નીચે સૂઈ જવાં કહ્યું. ત્યારબાદ મહિલા ઉપરથી ટ્રેન પસાર થઇ ગઈ અને મહિલાને કઈ નુકશાન પણ ન થયું.
જ્યારે ટ્રેન દોડી હતી, ત્યારે નજીકમાં ઊભેલા લોકો પણ ડરી ગયાં હતા. જ્યારે ત્યાં ઊભેલા લોકોએ અને રેલ્વે ગેટમેને મહિલાને સીધા સૂવાનું કહ્યું, તો મહિલા સીધી રેલ્વે ટ્રેક સુઈ ગઈ. ત્યારબાદ ટ્રેનના આશરે 6 ડઝન ડબ્બા પસાર થઈ ગયા.
ત્યાં ઉભેલા લોકો અને રેલવે કર્મીઓ વસીમ અને જગબીરે જણાવ્યું હતું કે, સવારે 11 વાગ્યાની આસપાસ ગોહાણાથી સિગ્નલ ન મળવાના કારણે માલ ટ્રેન ગેટ પર ઉભી હતી. તે દરમિયાન એક 62 વર્ષીય વૃદ્ધ મહિલા માલ ટ્રેનની નીચેથી બહાર આવી અને ટ્રેક ક્રોસ કરી રહી હતી. આ સમય દરમિયાન ટ્રેન ચાલવા મંડી. જેથી મહિલા પાટા પર સૂઈ ગઈ અને તેણે પોતાનો જીવ બચાવ્યો.
નોંધપાત્ર વાત એ છે કે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા ટ્રેનની નીચે સુતેલી છે અને ટ્રેન તેની ઉપરથી પસાર થઈ રહી છે.
#WATCH | A woman saved her life by lying down on a railway track in Haryana’s Rohtak after she got trapped beneath a moving train. The train was earlier on standby, awaiting a signal. She allegedly tried to cross it by going under when the train began to move suddenly (17.02) pic.twitter.com/kkuY1jtihm
— ANI (@ANI) February 18, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle