દીકરીએ આપ્યો બાળકને જન્મ અને માતા જમાઈને લઈને ભાગી ગઈ- જાણો કયાની છે આ ચોંકવનારી ઘટના

દેશ અને દુનિયામાં પ્રેમીપંખીડાં ભાગી જતાં હોય એ સમાચાર બહુ જ સામાન્ય છે. પણ આ વખતે એક એવા સમાચાર સામે આવ્યા છે કે જે જાણીને દરેકને ભારે આશ્ચર્ય થશે. આ વાત એક એવી વ્યક્તિની છે, જે તેની ગર્લફ્રેન્ડની માતા સાથે ભાગી ગયો છે. એટલું જ નહીં તેની ગર્લફ્રેન્ડે હોસ્પિટલમાં તેના સંતાનને જન્મ પણ આપ્યો છે. 24 વર્ષના જેસ અલ્ડ્રિઝે હાલમાં જ તેના બોયફ્રેન્ડ રેયાન શેલ્ટનના બીજા સંતાનને જન્મ આપ્યો છે. પણ તેનો આ બોયફ્રેન્ડ તેની માતા સાથે રિલેશનશિપમાં રહે છે. હવે અલ્ડ્રિઝ તેની સાથે થયેલી વિશ્વાસઘાત અને છેતપિંડી અંગે વિગતવાર માહિતી આપી રહી છે.

બીજા બાળકના જન્મ પહેલા જેસ અલ્ડ્રિઝ અને 29 વર્ષના બોયફ્રેન્ડ રેયાને નક્કી કર્યું હતું કે, બન્ને 44 વર્ષની માતા જ્યોર્જિના સાથે તેમના ઘરે રહેશે. હકીકતમાં માતા જ્યોર્જિનાએ જ જેસને કહ્યું હતું કે, તે તેમનાં સંતાનોની દેખભાળ કરશે. પણ જ્યારે બીજા બાળકને જન્મ આપ્યા બાદ જેસ એલ્ડ્રિઝ ઘરે પહોંચી તો તેને ખબર પડી કે તેનો બોયફ્રેન્ડ રેયાન અને માતા જ્યોર્જિયા બન્ને રિલેશનશિપમાં છે અને ભાગી ગયાં છે. બોયફ્રેન્ડ રેયાન અને જેસની માતા જ્યોર્જિયા ત્યાંથી 30 માઈલ દૂર એક નવા ઘરમાં રહે છે.

આ ઘટનાથી ખૂબ જ દુઃખી થઈ ગયેલી જેસ અલ્ડ્રિઝે અંગ્રેજી વેબસાઈટ ‘ધ સન’ને કહ્યું કે આ વિશ્વાસઘાત અને છેતરપિંડી છે. તમે આશા રાખી શકો છો કે એક નવજાત બાળકને તેની નાની પ્રેમ કરશે. મારી માતાએ બન્ને બાળકોના પાલન-પોષણ માટે મદદ કરવી જોઈતી હતી. પણ તેના બદલે તે મારા બોયફ્રેન્ડ સાથે રાત ગુજારી રહી છે. અહી ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ અગાઉ ફેસબુક પર જેસ અને રેયાન વચ્ચે પરિચય થયો હતો અને બન્ને સાથે રહેતાં હતાં.

એક ગૃહીણી તરીકે કામ કરતી જેસ અલ્ડ્રિઝ વર્ષ 2019માં એક બાળકની માતા બની હતી. તેણે દાવો કર્યો હતો કે, રેયાન સાથે શિફ્ટ થવાની સાથે જ તેની માતાએ ફ્લર્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. તે બન્ને એકબીજા સાથે ફ્લર્ટ કરતાં હતાં અને દરરોજ રાત્રે કિચન પાસે બેસીને શરાબ પીતાં હતાં અને જોક મારતા હતા. તે કહે છે કે, હવે હું સંપૂર્ણપણે તૂટી ગઈ છું. કારણ કે, હું મારી માતા અને બાળકના પિતાને ગુમાવી ચુકી છુ.

પ્રેગ્નન્સીના સમયથી જ તેમની વચ્ચે પ્રેમ હતો. દીકરાના જન્મના થોડા સમય પછી રેયાનનો મેસેજ મળ્યો જેમાં તેણે કહ્યું હતું કે, તે રિલેશનશિપ હવે સમાપ્ત કરી રહ્યો છે. આ મેસેજ બાદ જ્યારે હું ઘરે પહોંચી તો પરિસ્થિતિ જોઈને હું ચોકી ગઈ કે, રેયાન અને તેની માતા બન્ને ભાગી ગયાં છે. રેયાન અને જેસની માતા બે રૂમના એક ભાડાના મકાનમાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *