પિતાને કિડની નું દાન આપી નવ જીવન આપનાર ગાંધીનગરના 27 વર્ષીય ખુમાનસિંહ રાણાનું આજે પરોઢિયે દહેગામના પાયા પાસે માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નિપજ્યું છે. કરજોદરા મુકામે ચૂંટણી પ્રચાર કરીને ઘરે પરત ફરતી વખતે કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાતાં ખુમાનસિંહ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ અંગે દહેગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના મૂળ ધણપ ગામના વતની અને હાલમાં સેક્ટર 21 ખાતે રહેતા ખુમાનસિંહ રાણા શહેર કોંગ્રેસ વોર્ડ 3 ના પ્રમુખ તરીકેની કામગીરી કરતા હતા. જ્યારે તેમના પિતા અમરસિંહ રાણા જિલ્લા માહિતી વિભાગમાં સારથી તરીકે ફરજ બજાવતા હતા.
પરિવાર ખુશખુશાલ જીવન પસાર કરી રહ્યો હતો ત્યારે અચાનક અમરસિંહ રાણાને કિડનીની બિમારી હોવાનું માલૂમ પડ્યું હતું. અચાનક આવી પડેલી ઘરના મોભીની કિડનીની બીમારીથી પરિવાર પર આભ તૂટી પડયું હતું. લાખો રૂપિયા ખર્ચ કરીને પણ કિડની ખરીદી શકે તેવી સ્થિતિમાં પરિવાર ન હતો. ત્યારે મોટા દીકરા અને નાના દીકરાએ પિતાને કિડની આપવાની તૈયારી દર્શાવી હતી. બાદમાં જરૂરી તબીબી પરિક્ષણ પછી પુત્ર ખુમાનસિંહની કિડની મેચ થઈ હતી. તમામ તબીબી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પુત્ર ખુમાનસિંહએ પોતાની એક કીડની આપીને પિતાને નવજીવન અર્પી સમાજમાં ઉત્તમ દાખલો બેસાડ્યો હતો.
ગાંધીનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ કડજોદરા બેઠક પરથી ઉમેદવારી નોંધાવતા 27 વર્ષીય ખુમાનસિંહ રાણા ચૂંટણીપ્રચાર અર્થે કડજોદરા મુકામે ગયા હતા. ચૂંટણીપ્રચાર પતાવીને ખુમાનસિંહ પોતાની કાર લઈને આજે પરોઢિયે ગાંધીનગર પરત ફરી રહ્યા હતા ત્યારે બાયડ રોડ પાલૈયા નજીક તેમની કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ટકરાઈ હતી. ડિવાઇડરનો થાંભલો તૂટીને કારનો કાચ તોડી તેમના માથામાં વાગ્યો હતો. બાદમાં કાર પલટી ખાઇને રોડની સાઇડ ઉતરી ગઈ હતી.
આ અકસ્માતમાં ખુમાનસિંહ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અકસ્માતના પગલે ગાંધીનગર કોંગ્રેસના અગ્રણીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આ અંગે દહેગામ પોલીસ મથકમા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle