સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતાં બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ.
આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતના સુરતમાંથી સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી 13 વર્ષની કિશોરી સાથે તેના માસીયાઈ બહેનના પતિએ બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી. ત્યાર બાદમાં ગેરકાયદેસર રીતે તેણીનો ગર્ભપાત પણ કરાવી દીધો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, લિંબાયત વિસ્તારમાં 13 વર્ષની કિશોરી પરિવાર સાથે રહે છે. ફેબ્રુઆરી મહિનામાં તેનું પેટ મોટું દેખાતા પરિવારે તેને આ બાબતે પુછતા કહ્યું કે, તેની માસીયાઈ બહેનના પતિ સફીક શેખએ લગ્ન કરવાની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો હતો.
માતાને શંકા જતા હોસ્પિટલમાં જઈ તપાસ કરાવતા તેને હાલમાં 6 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે. તેથી સફીક શેખના સાસુ-સસરાના ઘરે જઈને પુછપરછ કરી હતી. તે સમયે નરાધમ યુવતીને ડિંડોલીની એક હોસ્પિટલમાં લઈ જઈ ગર્ભપાત કરાવી આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે યુવતીના પરિવારે કોઈને ફરિયાદ કરી ન હતી.
પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સફીક શેખ યુવતીના ઘરે આવીને તેના માતા-પિતા સાથે ઝઘડો કરીને યુવતી સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. યુવતીની માતાએ સફીક શેખ વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં બળાત્કાર, પોક્સો અને ગેરકાયદેસર ગર્ભપાત સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle