જયારે રક્ષક જ ભક્ષક બને ત્યારે કોની પાસેથી સલામત રહેવાની અપેક્ષા રાખવી જોઈએ? હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઇને પહોંચેલી મહિલાને સબ ઇન્સ્પેક્ટરએ જ વાસનાનો શિકાર બનાવી હતી. આરોપ છે કે, પોલીસ સ્ટેશનના મુખ્ય વ્યક્તિ ભરતસિંહ મહિલાને એક રૂમમાં લઈ ગયો હતો અને તેની સાથે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો.
54 વર્ષીય યુવકે 26 વર્ષીય મહિલા સાથે ત્રણ દિવસ બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તે 2 માર્ચે તેના પતિ વિરુદ્ધ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેનો પતિ તેને છૂટાછેડા લેવા માંગતો હતો પરંતુ તેણી છૂટાછેડા માંગતી ન હતી. તેની ફરિયાદ સાથે તે પોલીસ સ્ટેશન ગઈ હતી કારણ કે, તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
મહિલાના કહેવા મુજબ એસ.આઇ.ભરતસિંહે તેના પતિ સાથે કેસ પતાવટના બહાને ત્રણ દિવસ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. 54 વર્ષની psi ભરતસિંહે 26 વર્ષીય મહિલાને તેની ઓફિસ અને પોલીસ સ્ટેશનની પાછળ બનેલા તેના નિવાસસ્થાને લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાના કહેવા પ્રમાણે, ભરતસિંહે ત્રણ દિવસ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
જ્યારે 7 માર્ચના દિવસે મહિલાને ફરીથી પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી ત્યારે તેણે તેનો વિરોધ કર્યો હતો. તેણે બપોરે પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ શખ્સ ભરતસિંહ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. આઇજી રેન્જ જયપુર હવાસિંહ ઘુમરિયા, પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમ પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી.
આ અંગે આઈજી રેન્જ હવાસિંહ ઘુમરિયાએ જણાવ્યું હતું કે, મહિલાએ 2,3 અને 4 માર્ચે બળાત્કારની ઘટનાઓ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં ભરતસિંહ દોષી સાબિત થયા છે. તેમણે એસઆઈની ધરપકડ અંગે માહિતી આપી હતી. નોંધનીય છે કે, પોલીસ હંમેશાં મહિલાઓના મામલે બેદરકારી અને શોષણ અંગે ચર્ચામાં રહે છે.
આ વખતે ખાકી ગણવેશધારી વ્યક્તિ દ્વારા પોલીસ મથકે આવેલી મહિલા ઉપર બળાત્કારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. 5 દિવસ પહેલા પોલીસ સ્ટેશનમાં તૈનાત એએસઆઈ રામજીત ગુર્જર સામે પણ એક મહિલાએ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. એસપીએ હજુ સુધી ધરપકડ કરી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle