જાણો એવું તો શું થયું કે, મુકેશ અંબાણીને ધમકી આપનાર આંતકી એન્જીન્યરીંગ છોડીને બોમ્બ બનાવવા લાગ્યો- જાણી ચોંકી ઉઠશો

મુકેશ અંબાણીને ધમકી આપનાર આતંકવાદી તહસીન અખ્તર હાલ તિહાડ જેલમાં બંધ છે. તેની ઉપર દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપવાનો આરોપ છે. 25 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં અંબાણીના ઘરની બહાર જિલેટીન સ્ટિક્સથી ભરેલી એક SUV મળ્યા બાદ તહસીનનું નામ ચર્ચામાં આવ્યું હતું. આરોપ છે કે, આ ગાડીને અંબાણીના ઘરની બહાર તહસીને જ પાર્ક કરાવી હતી. આ કેસની તપાસ NIA કરી રહી છે. મહારાષ્ટ્રના પોલીસ અધિકારી સચિન વઝેની ધરપકડને લઈને આ કેસ વધુ જટિલ બની ગયો છે.

મુકેશ અંબાણી કેસમાં તહસીનની સંડોવણીને લઈ ભાસ્કરે તેના વકીલ એસએમ ખાન સાથે વાત કરી. ખાને કહ્યું કે, અખબારમાંથી જ આ ઘટનાની જાણકારી મળી રહી છે કે, અંબાણીના ઘરની સામે વિસ્ફોટક રાખવાની ઘટનામાં તહસીનનું નામ પણ સામે આવ્યું છે. જોકે NIAએ આ કેસમાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વઝેની પણ ધરપકડ કરવામાં આવી છે. તેને લીધે લાગે છે કે આ કેસમાં એજન્સીઓ પણ સંડોવાયેલી છે, જે કોઈ ઉદ્દેશથી પોતાનું કામ કરવા ઈચ્છે છે.

અંબાણીના ઘરની સામે વિસ્ફોટક રાખવા ઉપરાંત તહસીન પર અન્ય અનેક આરોપ પણ છે. ઈઝરાયેલના દૂતાવાસ સામે વિસ્ફોટની જવાબદારી લેનારો ફોન જે નંબર પરથી આવ્યો હતો એ પણ તહસીનની બેરકથી મળી આવ્યો છે. આ કેસમાં તપાસ એજન્સીઓ દ્વારા તહસીનની 7 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તહસીન વર્ષ 2014થી તે તિહાડમાં બંધ છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા મુજબ આ સાથે એવા પુરાવા મળ્યા છે કે, તે જેલમાંથી અનેક લોકો સાથે ફોન પર વાત કરતો હતો. તેની બેરકમાંથી મળી આવેલા બીજા મોબાઈલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

જાણવા મળ્યું છે કે, તહસીને બિહારના સમસ્તીપુરથી 2008માં CBSE બોર્ડમાંથી ધોરણ-12ની પરીક્ષા પાસ કરી હતી. આગળ અભ્યાસ માટે તેણે મૌલાના આઝાદ નેશનલ ઉર્દુ યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જીનિયરીંગનો ડિપ્લોમાં કોર્સમાં પ્રવેશ મેળવ્યો.

પોલીસ રેકોર્ડ પ્રમાણે અભ્યાસ દરમિયાન તહસીનની મુલાકાત દરભંગાના અલી હીરા પલ્બિક સ્કૂલ પાસે એક લેઈબ્રેરીમાં ઈન્ડિયન મુઝાહિદ્દીનના મેમ્બર ગયૂર જમાલી સાથે થઈ. જમાલીએ જ તહસીનની મુલાકાત વર્ષ 2010-11માં IMના સ્થાપક યાસીન ભટકલ સાથે કરાવી હતી.

આ મુલાકાત દરભંગામાં જ કોઈ ગુપ્ત સ્થળ પર કરવામાં આવી હતી. અહી તહસીન બોમ્બ તૈયાર કરવાની રીત શીખ્યો હતો. વિસ્ફોટકમાં પોટેશિયમ પરમેગ્નેટ, નાઈટ્રીક એસિડ, સલ્ફ્યુરીક એસિડ જેવા રસાયણોમાં ઉપયોગ કરવામાં આવે તે શીખ્યો. કેટલાક વર્ષોમાં જ તહસીન ટેક સેવી બોમ્બ એક્સપર્ટ બની ગયો.

27 ઓક્ટોબર, 2013ના રોજ નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન પટનામાં અનેક શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. તેનો માસ્ટરમાઈન્ડ તહસીન હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ ઈન્ડિયન મુઝાહિદ્દીનનું નામ વર્ષ 2010માં વારાણસી, વર્ષ 2012માં પુણે વિસ્ફોટમાં પણ આવ્યું.

દિલ્હીની જામા મસ્જિદ તથા મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં પણ તેનું નામ આવ્યું. આ વિસ્ફોટોમાં પણ તહસીનની ભૂમિકા માનવામાં આવે છે. વર્ષ 2013માં થયેલા હૈદરાબાદ વિસ્ફોટમાં પણ ભટકલ ભાઈઓ સાથે તહસીન અખતરની સંડોવણી જોવા મળી હતી.

અગાઉ માર્ચ 2014માં તહસીન અખ્તરને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા પશ્ચિમ બંગાળના દાર્જીલિંગથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તહસીનને પકડવામાં સફળતા એટલા માટે મળી કારણ કે, ત્રણ દિવસ અગાઉ જ રાજસ્થાનના IM સભ્ય અને પાકિસ્તાની આતંકવાદી જિયા-ઉદ-રહેમાનની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી જે માહિતી મળી હતી તેના આધારે તહસીનની ધરપકડ કરવામાં આવી હતી.

સુરક્ષા એજન્સીના મતે યાસીન ભટકલની ધરપકડ બાદ તહસીન દ્વારા જ ભારતમાં ઈન્ડિયન મુઝાહિદ્દીનની કમાન સંભાળવામાં આવી હતી. યાસીને વર્ષ 2013માં પોતાની ધરપકડના સમયે તપાસ કરનારા અધિકારીઓને જણાવ્યું હતું કે, તહસીન IMનો ભારત ખાતેનો હેડ છે અને પાકિસ્તાનમાં બેસીને સંગઠન ચલાવી રહેલા રિયાઝ ભટકલના ઈશારા પર કામ કરી રહ્યો છે. આ જાણકારી મળ્યા બાદ સક્રિય થયેલા NIA દ્વારા તહસીન અખ્તર પર દસ લાખના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.

ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા મુજબ તહસીન ખૂબ જ તેજ અને શાતિર મગજ ધરાવે છે. તેણે બોમ્બ બનાવવામાં ખૂબ જ ઝડપથી સફળતા પ્રાપ્ત કરી લીધી અને ભટકલ બંધુઓનો વિશ્વાસ હાંસલ કરી લીધો હતો. યાસીનની ધરપકડ બાદ તહસીન જ યુવાઓનું બ્રેન વોશ કરવાનું કામ કરવા લાગ્યો હતો.

અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા જ મુકેશ અંબાણીના ઘરની બહાર એક કાર મળી આવી હતી. અને સાથે ધમકીભર્યો પત્ર પણ મળ્યો હતો. ત્યારે અંબાણીના ઘર પાસેથી મળેલ વિસ્ફોટકોના કેસમાં તહસીનનું નામ ચર્ચામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓ આ અંગે તપાસ કરવી એ સૌથી મોટી ચિંતાની વાત છે. તહસીન તિહાડ જેલમાં રહીને પણ તે કેવી રીતે પોતાના નેટવર્ક સાથે જોડાયેલો રહ્યો છે. એજન્સીઓના સૂત્રોનું કહેવું છે કે, સંપૂર્ણ કેસની તપાસ બાદ જ આ અંગે સાચી હકીકત જાણી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *