ભારતમાં ફરી એકવાર કોરોનાની બીજી લહેરની શરુઆત થઈ ચુકી છે. મોટાભાગના રાજ્યોમાં કોરોનાના કેસમાં બમણો વધારો જોવા મળ્યો છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. સમગ્ર વિશ્વના અનેકવિધ દેશોમાં કોરોના વાઈરસના ચેપમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે અનેકવિધ અસરગ્રસ્ત દેશોએ ફરીવાર લૉકડાઉનની જાહેરાત કરી છે. ફ્રાંસના પાટનગર પેરિસ તથા અન્ય વિસ્તારોમાં એક મહિના માટે આંશિક લૉકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. આ દરમિયાન શાળા તથા જીવન જરૂરિયાતની દુકાનો ખુલ્લી રહેશે.
શાળા તથા જીવન જરૂરિયાતની દુકાનો ખુલ્લી રહેશે:
નવેમ્બર વર્ષ 2020 બાદ ફરીવાર કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ફ્રાંસમાં 91,000 થી વધારે લોકોનાં મોત થઈ ચૂક્યા છે જ્યારે કુલ સંક્રમિતોનો આંકડો 41 લાખને પાર કરી ચુક્યો છે. ફ્રાંસ અસરગ્રસ્ત દેશોની યાદીમાં છઠ્ઠા ક્રમ પર આવે છે.
વાયરસના નવા સ્વરૂપને લીધે ચેપ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે:
કોવિડ-19 રસીની અછતને કારણે રસીકરણ અભિયાનમાં વિલંબ થઈ રહ્યો છે. ખાસ વિમાનથી દર્દીઓને પેરિસથી ઓછા ચેપગ્રસ્ત વિસ્તારોમાં લઈ જવામાં આવી રહ્યા છે. ફ્રાંસની આરોગ્ય સેવાના પ્રવક્તા પ્રમાણે, સ્થિતિ ખૂબ જ જટિલ ખરાબ છે. પેરિસ તથા બીજે સ્થિતિ ખુબ નાજુક છે.
ત્યારે વળી બીજી બાજુ વિશ્વના કેટલાક દેશો દ્વારા એસ્ટ્રાઝેનેકા રસી પર લગાવવામાં આવેલ અસ્થાયી પ્રતિબંધથી તમામ લોકોની ચિંતા વધી ગઇ હતી પણ હવે ઇટાલી તથા ફ્રાન્સે આ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. ટૂંક જ સમયમાં બંને દેશો ફરીથી રસીકરણની શરૂઆત કરવામાં આવશે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે આ અંગે ચર્ચા કરી:
બંને દેશો તરફથી એવું જણાવવામાં આવ્યું છે કે, તેઓ માત્ર યુરોપિયન મેડિસન એજન્સીના નિવેદનની રાહ જોઇ રહ્યાં છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, એસ્ટ્રાઝેનેકા પર લાદવામાં આવેલ પ્રતિબંધ ફક્ત રાજકીય નિર્ણય હતો. કારણ કે, એસ્ટ્રાઝેનેકાની રસી ઓક્સફર્ડની મદદથી બનાવવામાં આવી છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શુક્રવારે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 39726 કોરોના વાયરસના કેસ નોંધાયા હતા અને કોરોના રોગચાળાને કારણે 154 લોકોનાં મોત નીપજ્યાં હતાં. દેશમાં કોવિડ -19 ને કારણે થયેલા મોતની સંખ્યા વધીને 159370 થઈ છે, જ્યારે 10 મિલિયન 83 હજાર 679 લોકો સારવાર કરવામાં આવ્યા છે અને દેશમાં 271364 સક્રિય કેસ હાજર છે.
ભારતમાં સતત વધતા જે રહેલ કોરોના કેસને લઈ આગળ હવે મોદી સરકાર શું કરે છે? એ તો જોવું જ રહ્યું. ગુજરાતના CM વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્યમાં લોકડાઉનનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તો પછી આ મહામારી કેવી રીતે નિયંત્રણમાં આવશે એ તો જોવું જ રહ્યું!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle