હાલમાં એક હોટલમાંથી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. બંને પર આરોપ છે કે, પકાવવાની નાની ભઠ્ઠીમાં બ્રેડ શેકતી વખતે તેઓ તેના પર થૂંકતા હતા. આ હોટલનું નામ ‘ચાંદ હોટલ’ છે અને અહીંથી પકડાયેલા આરોપીઓ ઇબ્રાહિમ અને સાબી અનવર છે.
તાજેતરમાં જ આવો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. લોકોએ આ વિડિઓ પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી હતી. આ દરમિયાન વાયરલ થયેલો આ વીડિયો પોલીસ પાસે પહોચ્યો હતો. જોકે, આ વીડિયો અંગે કોઈએ કેસ દાખલ કર્યો નથી. પરંતુ, પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી છે.
ત્યારબાદ પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ હોટલનું નામ ‘ચાંદ હોટલ’ છે. ત્યારબાદ પોલીસની એક ટીમ હોટલમાં પહોંચી હતી અને કેસની તપાસ કરી હતી. કાગળો તપાસતા જાણવા મળ્યું કે,’ચાંદ હોટલ’ પાસે હોટલ ચલાવવાનું લાયસન્સ પણ નથી.
આ તપાસ દરમિયાન વાયરલ થયેલા વીડિયોમાં દેખાતા બંને લોકો અહીં મળી આવ્યા હતા. પોલીસે બંને આરોપીની ધરપકડ કર્યા બાદ જમાનત આપી દીધી છે. આ મામલે પશ્ચિમ જિલ્લાના અધિક જિલ્લા ડીસીપી પ્રશાંત ગૌતમે જણાવ્યું હતું કે, અમને જાણકારી મળી હતી. ત્યારબાદ અમે વિડિઓનું લોકેશન શોધ્યું. લોકેશન મળ્યા પછી, અમે બે આરોપીની ધરપકડ કરી છે, જેમના નામ મોહમ્મદ ઇબ્રાહિમ અને સાબી છે. આ બંને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કિસ્સો દિલ્હીમાંથી સામે આવ્યો છે.
अब दिल्ली में तंदूरी रोटी में थूकने का वीडियो हुआ वायरल @DelhiPolice ने रोटी में थूकने वाले इब्राहिम और साबी को किया गिरफ्तार..चांद ढाबे के मालिक आमिर का किया चालान..ढाबे का नहीं था लाइसेंस..@DCPWestDelhi pic.twitter.com/q26K45omFU
— arvind ojha (@arvindojha) March 18, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle