હાલમાં રાજ્યના DY.CM નીતિન પટેલને લઈ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતનું વિધાનસભા સત્રનો ગઈકાલનો દિવસ એટલે કે, 22 માર્ચનો દિવસ ખુબ જ ગરમાગરમી યુક્ત રહ્યો હતો. એનું મૂળભૂત કારણ નાયબ મુખ્યમંત્રી આક્રમક અંદાજમાં આવ્યાનું હતું.
અડધી પીચે આવીને ફટકાબાજી કરી રહ્યા હતા. કોંગ્રેસી જેટલા સભ્યો આવ્યા તે બધાં પર તેમણે આક્રમક રીતે શાબ્દિક આક્રમણ કર્યું હતું. તેમણે ગઈકાલે આદિવાસી શબ્દ અંગે પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે, આ એક નિર્દોષ રીતે બોલાયેલો શબ્દ જ હતો. જો કે, વિપક્ષ પાસે કોઇ જ મુદ્દા નથી જેથી આવા મુદ્દાઓને વિવાદિત બનાવતા રહે છે.
જો કોઇની લાગણી આનાથી દુભાઇ હોય તો હું તે બદલ દિલગીર છું તેમજ હું હૃદયથી માફી માંગુ છું. આની ઉપરાંત તેમણે જણાવતાં કહ્યું હતું કે, પંચાયત વિસ્તારના મુખ્ય જિલ્લાને જોડતા 5 વર્ષ થઈ ગયા હશે તેવા માર્ગને રિકાર્પેટ કરવાની પરવાનગી આપવામાં આવશે.
આદિવાસી શબ્દ નિર્દોષતાથી બોલ્યો છું, એમ છતાં કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગુ છું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ગૃહમાં જાહેરાત અમદાવાદ, દહેગામ તથા ધનસુરાનો રસ્તો 4 માર્ગીય કરવામાં આવશે. આની સાથે જ 190 કરોડના ખર્ચે 10,000 થી વધારે વસ્તી ધરાવતાં ગામોમાં રસ્તા 5.5 મીટર પોહોળો થશે.
PDPU જંકશન પર ફલાય ઓવર બનશે. નર્મદા પુલ પર ફોર લેન કરવાની તથા રસ્તા ફોર લેન કરવાનો જાહેરાત કરવામાં આવી હતી. 26 ચૂંટાયેલા સાંસદો પોતાના મત વિસ્તાર દીઠ 2 કરોડના જોબ નંબર આપવાની જાહેરાત કરું છું. શિક્ષણ સમિતિ માટે 22 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.
ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં ટ્રસ્ટની હોસ્પિટલને એક પણ રૂપિયાની સહાય મળી ન હતી. CM વિજય રૂપાણીએ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલને મદદ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત સરકાર દર વર્ષે કુલ 26 જેટલી ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને સહાય આપશે.
આની સાથે જ નર્મદા પુલ પર ફોર લેન કરવાની તથા રસ્તા ફોર લેન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, આ દરમિયાન વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી તથા નીતિન પટેલની વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. જેને લીધે નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, કોઇ એમ કહેતું હોય કે સુજલામ સુફલામ યોજનાનો કોઇ જ લાભ નથી થયો તો તે લોટ ફાંકે છે.
પોતાનાં રાજકીય રોટલા શેકવાનાં હોય પણ હળાહળ અસત્યની મદદથી નહી. જો તે વ્યક્તિ સાબિત કરી આપે કે, આ યોજનાથી કોઇ જ ફાયદો નથી થયો તો હું અત્યારે જ મારા ધારાસભ્યપદ પરથી રાજીનામું આપવા માટે તૈયાર છું. જો કે, અધ્યક્ષે ઉગ્ર શાબ્દિક ટપાટપીને હળવી કરવાનો પ્રયત્ન કરતા જણાવું હતું કે, તમે ભલે રાજીનામું આપો પણ હું નહી સ્વિકારીશ. સારા રાજકીય વ્યક્તિઓની રાષ્ટ્ર તથા રાજ્ય એમ બંન્નેને ખુબ જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle