‘લેડી સિંઘમ’ તરીકે પ્રખ્યાત દિપાલીએ ગોળી મારીને કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં જણાવી દર્દભરી કહાની

આપઘાતના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. કોઈને કોઈ કારણસર લોકો આત્મહત્યાનું પગલું ભરી લેતાં હોય છે. હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે. એક મહિલા રેન્જ વન અધિકારીએ આપઘાત કરી લીધો છે. આની પાછળનું કારણ 4 પેજની સુસાઈડ નોટમાં જણાવાયું હતું.

ઘટના સામે આવ્યા પછી તંત્રમાં હડકંપ મચી જવાં પામ્યો છે. જ્યારે આ મામલામાં વિભાગના એક વરિષ્ઠ અધિકારીની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. અધિકારી દીપાલી ચવ્હાણે શુક્રવારની મોડી રાત્રે સર્વિસ રિવોલ્વરથી શૂટ કરી દીધું હતું. પોતાની સુસાઈડ નોટમાં મહિલાએ પોતાના સિનિયર અધિકારી ઉપર સેક્સુઅલ હેરેસમેન્ટ તથા ટોર્ચરનો આક્ષેપ મુક્યો હતો.

ત્યારપછી પોલીસ દ્વારા અધિકારીની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસે 28 વર્ષનાં RFO દીપાલી ચવ્હાણની લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. આની સાથે જ મૃતદેહ પાસેથી પોલીસને સર્વિસ રિવોલ્વર તથા સુસાઈડ નોટ મળી આવી હતી.

મહિલાએ આ પગલું ભર્યું ત્યારે પોતાના પતિ રાજેશ મોહિતે ચિખલધારા ફરજ બજાવી રહ્યાં હતા. તેઓ એક ટ્રેજરી ઓફિસરના રૂપમાં પોસ્ટેડ હતા. તેમની માતા સંબંધીના ઘરે ગઈ હતી. જ્યાં પહોંચીને માતાએ દીપાલીને ઘણીવાર કોલ કર્યા હતા પણ તેણે ફોન ન ઉંચકતા તેણે ગાર્ડને ઘરે મોકલ્યા તો જાણ થઈ કે તેનું મોત થઈ ચુક્યું છે.

અહીં નોંધનીય છે કે, દીપાલી ચવ્હાણ પોતાની નિડરતા માટે ખુબ પ્રખ્યાત હતી. એક કડક તેમજ બહાદુર અધિકારી હતી. અડધી રાત્રે પણ જંગલની સુરક્ષા માટે નીકળી પડતી હતી. આ માટે અનેક લોકો તેમને લેડી સિંઘમના નામથી ઓળખતા હતા.

આટલું જ નહીં તેણે પોતાના નાના કાર્યવાહમાં બે ગામનું કાયાકલ્પ બદલીને તેને પર્યટનના રુપમાં વિકસિત કરી દીધું હતું. જેની માટે એમને સંમ્માનિત કરવામાં આવ્યા હતા. તેના આગવા અંદાજને લીધે તેના સિનિયર અધિકારીઓની આંખોમાં દીપાલી ખટકવા લાગી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, દીપાલી પોતાના સિનિયર અધિકારી વિનોદ શિવકુમારથી ત્રાસી ગઈ હતી. તેણે પોતાની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, વિનોદ તેની સાથે અભદ્ર વર્તન કરતો હતો. ફિઝિકલ થવાના ઇશારા પણ કરતો હતો. આ વિશે મેં ઘણીવાર મારા ઉપરી અધિકારીઓને જાણ કરી એમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આની સાથે જ વિનોદ કુમાર ખાનગી રીતે સેક્સુઅલ હેરેસમેન્ટ કરી રહ્યો હતો. ઘણીવાર દીપાલી પણ તેને ફટકાર પણ લગાવી ચૂકી હતી. એક મહિનાનો પગાર પણ અટકાવી દેવામાં આવ્યો હતો. દીપાલીએ જણાવ્યું હતું કે, શિવકુમાર તેને રજા આપતો ન હતો.

ગર્ભવતી હોવા છતાં પણ તેને કાચા રસ્તા ઉપર ફરવા માટે મજબૂર કરતો હતો. જેને કારણે મારું એબોર્શન થયું હતું. એમ છતાં તેણે મને રજા આપી ન હતી. આટલું જ નહીં શિવકુમાર મને જુનિયર્સ, ગામલોકો, મજૂરોની સામે ગાળો પણ આપતો હતો. મને મોડી રાત્રે મળવા માટે બોલાવતો હતો.

આની સાથે જ તે અશ્લિલ વાતો પણ કરતો હતો. દીપાલીએ પોતાના 4 પેજની સુસાઈડ નોટમાં આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. જેને લીધે અન્ય કોઈ તેનો શિકાર ન બને. આ ઘટના મહારાષ્ટ્રમાં આવેલ અમરાવતીમાંથી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *