કોરોના રોગચાળાથી પ્રભાવિત લોકોની માનસિક સ્થિતિ પણ બગડવાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા એક અઠવાડિયામાં ઘણા કોરોનાથી પીડાઈ રહેલા દર્દીઓએ આત્મહત્યાના પ્રયાસો કર્યા છે, હાલ આવો જ એક ચોંકાવનારો કિસ્સો હવે ગુજરાતના ગોંડલમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં એક કોરોના પોઝિટિવ વયોવૃદ્ધ વ્યક્તિએ પોતાનું ગળું કાપીને આત્મહત્યા કરી લીધી હતી. પહેલીવાર લાગી રહ્યું છે કે, હવે લોકો કોરોનાથી નહિ પરંતુ કોરોનાના ડરથી મરી રહ્યા છે. આ ઘટના સર્જાતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
ઘરે કઈને ગયા હતા કે, થોડી વારમાં આવી જઈશ!
ગોંડલ પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે સવારે જયંતિભાઇ થોડી વારમાં આવું છું એમ કહીને ઘરેથી નીકળ્યા હતા. જયંતિભાઇ સીધા હઝરત સૈયદ હનુ દીન દરગાહ પહોંચ્યા હતા. દરગાહમાં થોડી વાર બેસી રહ્યા હતા અને થોડી જ વારમાં પોતાને એકલા જોઇને ચપ્પુથી પોતાનું ગળું કાપી નાખ્યું હતું.
થોડા સમય પછી, જ્યારે કેટલાક લોકો દરગાહ પર પહોંચ્યા ત્યારે ચારેબાજુ લોહીલુહાણ જોઇને બુમાબુમ થઇ હતી અને ત્યારબાદ લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. આસપાસના લોકો જયંતીભાઈને ઓળખતા હતા એટલે કોઈએ જયંતીભાઈના દીકરાને ફોન કરીને આ અંગે માહિતી આપી હતી અને આખો પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જયંતીભાઈના દીકરાએ જ પોલીસને જાણ કરી હતી કે, તેમના પિતાનો રીપોર્ટ બે દિવસ પહેલા કોરોના પોઝીટીવ આવ્યો હતો, તે હોમ આઇસોલેશનમાં જ હતા અને આ દરમિયાન તેઓ ખુબ જ તણાવમાં હતા. ઘરવાળાએ લાખવારના પાડવા છતાં ઘરની બહાર એવું કઈને નીકળ્યા હતા કે, હું થોડી વારમાં આવું છું!
આવો એક કેસ જ નહિ પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં આવા ઘણા કેસો નોંધાયા છે, જેમાં કોરોનાગ્રસ્ત દર્દી સાજા થવાને બદલે મરવાનું વધારે ઈચ્છી રહ્યા છે. આ પહેલા પણ 16 એપ્રિલના રોજ આવો બનાવ બન્યો હતો. સુનીલભાઈ નામના એક કોરોના ગ્રસ્ત દર્દી રાજકોટના ગુરુકુળ હોસ્પીટલમાં દાખલ હતા અને બીમારીથી કંટાળીને સુનીલભાઈએ પણ ત્યાને ત્યાં જ આત્મહત્યા કરી લીધી હતી. સુનીલભાઈએ હોસ્પિટલની બારીમાં ફાંસીનો ફંદો તૈયાર કરીને આત્મહત્યા કરી લીધી હતી.
ખરેખર આવી પરિસ્થિતિ વચ્ચે પરિવારજનોને એક જ વિનંતી છે કે, તેઓ પોતે પોતાના કોઈ પરિવારના સભ્ય જે કોરોનાથી પીડાતા હોય તેની સારવારની સાથે સાથે તેમણે માનસિક બળ પણ પૂરું પાડે, જેના પરિણામે દર્દીને બીજા કોઈ વિચાર નહિ આવે અને કોરોના સામે લડવામાં આત્મબળ અને આત્મવિશ્વાસ સૌથી મોટી દવા સ્વરૂપે કામ નિવડે. ખરેખર નિષ્ણાતો અને ડોકટરોનું કહેવું છે કે, કોરોના સામે લડવા જેટલી જરૂરીયાત દવાની છે તેટલી જ જરૂરિયાત મનથી મજબુત રહેવાની પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.