એક વર્ષ પહેલા પાડોશી સાથે ભાગી હતી 16 વર્ષની છોકરી, હવે આ હાલતમાં મળી

Delhi missing girl found: તારીખ હતી 3 ફેબ્રુઆરી 2024 ની. ઉત્તર દિલ્હીના નરેલા વિસ્તારથી 16 વર્ષની એક છોકરી ગુમ થઈ હતી. થોડા સમય બાદ સામે આવ્યું હતું કે તે પોતાના પાડોશી સાથે ભાગી ગઈ છે, જે 19 વર્ષનો છે. બંને વચ્ચે લફરું હતું. હવે પોલીસને આ છોકરી આગ્રાથી (Delhi missing girl found) મળી આવી છે. તે પણ 1 વર્ષ બાદ. પોલીસે છોકરીના પરિવારજનોને છોકરી સોંપી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પોલીસે જણાવ્યું કે 16 વર્ષની છોકરી નરેલા વિસ્તારથી ગુમ થઈ હતી. પરિવારજનોએ તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેનાબાદ દિલ્હી પોલીસે 20,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે છોકરીનો પાડોશી તેની સાથે જ અભ્યાસ કરતો હતો, તેણે આ છોકરીને પોતાની સાથે ભાગવા માટે મનાવી લીધી હતી.

છોકરીને લાગ્યું કે તેમની પ્રેમ કહાની કોઈ ફિલ્મની જેમ રોમાંચક હશે. તપાસ દરમિયાન સાયબર સેલ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમએ ઘણા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. તેમાં સામે આવ્યું હતું કે નવી દિલ્હી રેલવે સ્ટેશનથી ટ્રેન પકડી તે જમ્મુ કશ્મીર ગઈ હતી. ત્યાંથી મુંબઈ અને પછી ત્યાંથી આગ્રા પહોંચી. 21 માર્ચના રોજ પોલીસને જાણકારી મળી હતી કે છોકરી આગ્રામાં તાજમહેલની નજીક રહે છે. ત્યારબાદ પોલીસે રેડ કરી તેને પોતાના કબજામાં લીધી હતી.

છોકરીએ કરી આ વાત
છોકરીએ જણાવ્યું કે તેને પોતાના પાડોશી સાથે ભાગવાનો નિર્ણય લીધો હતો. પરંતુ મુંબઈ પહોંચ્યા બાદ તેની આશા ઉપર પાણી ફરી વળ્યું. ત્યારબાદ તે ત્યાંથી આગ્રા ચાલી ગઈ અને ત્યાં તે નાના મોટા કામ કરી પોતાનું જીવન વ્યતીત કરી રહી હતી. જોકે પોલીસ એ તે યુવક વિશે વધારે જાણકારી આપી નથી, જેની સાથે આ છોકરી ભાગી હતી. હાલમાં આ છોકરાની શોધ ખોળ ચાલી રહી છે.