૩ વર્ષનો બાળક રમતા-રમતા ગળી ગયો એવી વસ્તુ કે.., હોસ્પીટલમાં સારવાર દરમિયાન નીપજ્યું મોત 

ઇન્દોર: આપણે ઘણા બધા નાના બાળકો અંગે કિસ્સાઓ સાંભળ્યા હશે. જયારે બાળકો નાના હોય ત્યારે તેઓ ઘણી મસ્તી કરતા હોય છે. તમે એવા પણ ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે કે, જેમાં રમતા રમતા નાની મોટી ઇજા થતી હોય છે. હાલ એક એવો જ બનાવ બન્યો છે જેમાં સાડા ​​ત્રણ વર્ષનો બાળક રમતા રમતા ચુંબક ગળી ગયો હતો.

ચુંબક ગળી જવાથી તેનું મૃત્યુ થઇ ગયું હતું. આ બનાવ મધ્યપ્રદેશના ઇન્દોરનો હોવાનું સામે આવ્યું છે. જેમાં ઈન્દોરના સિલિકોન સિટીમાં આ બાળકનો પરિવાર રહેતો હતો અને બાળકના પિતાનું નામ સુનીલ તિવારી છે. જાણવા મળ્યું છે કે, તેમના સાડા ત્રણ વર્ષના દીકરાનું નામ કબીર છે જે થોડા દિવસો પહેલા જ રમતા રમતા અચાનક એક ચુંબક ગળી ગયો હતો.

કબીરને તાવ અને ઉધરસ આવતી હતી અને એ જ વખતે પરિવારના લોકો કબીરને લઈને સારવાર કરાવવા માટે હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યારબાદ ડોક્ટરે તપાસ કરી ત્યારે તપાસમાં ખબર પડી કે, બાળક ચુંબક ગળી ગયું છે. આ ચુંબક બહાર કાઢવા માટે બાળકને શહેરની અરિહંત હોસ્પિટલ લઈ ગયા હતા.

ત્યાં ડોકટરે તેનું આ ચુંબક બહાર કાઢી લીધું અને પરિવારને બતાવ્યું હતું. થોડા સમય બાદ હોસ્પિટલના ડોક્ટરોએ બાળકના પરિવારને જણાવ્યું હતું કે, કબીરનું નિધન થઇ ગયું હતું. આ અંગે પરિવારના લોકોનું કહેવું છે કે, હોસ્પિટલે કોઈ ભૂલ કરી છે અને તેથી જ અમારા નાનકડા દીકરાનું મોત નીપજ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *