સાંજના સુમારે લાકડાં લેવા ગયેલાં 80 વર્ષીય વૃદ્ધા પર પરણિત યુવાને આચર્યું દુષ્કર્મ- જાણો કયાની છે આ ઘટના

ગુજરાત(Gujarat): રાજ્યના સિદ્ધપુર(Siddhpur) તાલુકાના સંડેસરી(Sundsari) ગામની નદીના વિસ્તારમાં લાકડાં લેવા માટે ગયેલાં 80 વર્ષીય વૃદ્ધા સાથે તેમના જ ગામના યુવાને દુષ્કર્મ આચર્યું હતું. સિદ્ધપુર પોલીસ દ્વારા ગામના શખ્સને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

સિદ્ધપુર તાલુકાના સંડેસરી ગામે રહેતા 80 વર્ષના વિધવા વૃદ્ધ મહિલા તેમના ગામની સીમમાં તારીખ 7-1-2022ના રોજ સાંજે નદીના પટમાં લાકડાં લેવા માટે આવ્યા હતાં. આ સમય દરમિયાન તેમના ગામનો શખ્સ ઠાકોર મુકેશજી મણાજી ત્યાં આવ્યો હતો અને તેના દ્વારા મહિલાની સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બનાવને અંગે મહિલાએ સમગ્ર હકીકતની તેના દીકરાઓને જાણ કરવામાં આવતા સિદ્ધપુર પોલીસ મથકે ઠાકોર મુકેશ જીમણાજી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, સિદ્ધપુર પીઆઈ ચિરાગ ગોસાઈ અને તેમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આરોપીની હકીકત મેળવી વોચ ગોઠવવામાં આવી હતી અને ઠાકોર મુકેશજી મણાજીને પકડી પાડી કસ્ટડીના જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ અંગે તપાસ કરવામાં આવતા અધિકારી પીઆઇ વી.એસ. ગોસ્વામીએ જણાવતા કહ્યું હતું કે, મહિલાની મેડિકલ તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપીની ઉંમર 35 વર્ષની છે અને તે પરિણીત છે.

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી દુષ્કર્મની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો દુષ્કર્મમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા દુષ્કર્મીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *