Palanpur News: ફરી એકવાર વાલીઓ માટે ચેતવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાલનપુરના(Palanpur News) ગણેશપુરામાં બુધવારની બપોરે પાંચ વર્ષનો બાળક રમતાં રમતાં અવાવરૂ પડેલ ગાડીમાં બેસી ગયો હતો.અને કાર લોક થઈ ગઈ હતી. બે કલાકથી વધુ સમય સુધી શ્વાસ રુંધાતા બાળક દરવાજો ખોલી શક્યો નહીં અને ગુંગળાઈને તરફડીયા મારતા મુત્યુ પામ્યો હતો. એકનો એક દીકરો મુત્યુ પામતા ગમગીની છવાઈ હતી.
પાંચ વર્ષના બાળકનું કારમાં ગૂંગળામણના કારણે મોત
બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા ગણેશપુરામાં પાંચ વર્ષનું બાળક રમતા રમતા અજાણતાં ગાડીમાં બેસી ગયો હતો. અને કાર લોક થઈ ગઈ હતી. બે કલાકથી વધુ સમય સુધી શ્વાસ રૂંધાઈ જતાં બાળક દરવાજો ખોલી શક્યો નહતો.
પરિણામે ગૂંગળામણના કારણે એકના એક દીકરાનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.ગણેશપુરામાં ભાડાના મકાનમાં રહેતા અને મૂળ હડાદ પોશીનાના વતની મહિલા પતિ સાથેથી છૂટાછેડા લઈને પિતા સાથે રહેતા હતા. બુધવારની બપોરે તેમનો પાંચ વર્ષનો દીકરો નિક્ષિક બહાર રમતો હતો. ત્યારે દૂધ મંડળીની સામે બે વર્ષથી પડેલ ગાડીમાં જઈને બેસી ગયો હતો અને કાર લોક થઈ ગઈ હતી.
બાળક કારમાં બેઠો અને દરવાજો બંધ થઇ ગયો
બાળકની નજીકમાં શોધખોળ કરતા કોઈની નજર ગાડી પર જઈ પડી અને બધાએ ગાડીમાં જઈને જોયું તો બાળક અંદર પડ્યો હતો. બાદમાં બાળકને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. કારનાં માલિક સુરેશભાઈ પટેલને પૂછવામાં આવ્યું કે, “મારી કાર ઘરની બહાર છેલ્લા બે વર્ષથી બંધ છે. કારમાં બાળક કેવી રીતે બેસી ગયો અને લૉક થઈ ગયો તેની મને ખબર નથી.”
આ ઘટના પર નજર નાખીએ તો, દરેક માતાપિતાએ પોતાના બાળકનું ધ્યાન રાખવું જોઈએ.કારણકે આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં પ્રકાશમાં આવી ચુકી છે.બાળકોને કોઈ રમકડાં વડે પણ રમવા આપો છો તો ખાસ ધ્યાન રાખવું જરૂરી બને છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App