સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક ચોરીની ઘટનાઓ સેમ આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. રોમાનિયામાં રહેતા એક દંપતિએ પોતાના 6 વર્ષીય બાળકને તાલીમ આપીને કુલ 67 લાખ રૂપિયાની 18 કેરેટ રોઝ ગોલ્ડ વોચ ચોરી કરવી હતી પરંતુ તેમનું ષડયંત્ર નિષ્ફળ રહેતાં પોલીસે તેમને જેલની હવા ખાવા માટે મોકલી આપ્યા હતા.
હેરોડસમાં આવેલ સ્ટોરમાં લકઝરિયસ ઘડિયાળની ચોરી કરવા માટે દંપતિએ ષડયંત્ર રચ્યું હતું તેમજ બાળકે ઘડિયાળની ચોરી પણ કરી લીધી હતી પરંતુ તેમનો આ આનંદ ક્ષણિક સાબિત થયો હતો. ઇલી પારા તથા માર્ટા પારા નામના એક દંપતિએ મોંઘીદાટ ઘડિયાળની ચોરી કરવાનો પ્લાન કેવી રીતે કર્યો તે પણ જાણવા જેવું છે.
ઇલી તથા માર્ટાએ એક લકઝરી સ્ટોરમાં જઈને Audemars Piguet Royal Offshore Oak 18 carat rose gold watch નો ફોટો પાડી લીધો હતો. કુલ 5 દિવસ બાદ આ દંપતિ પોતાના 6 વર્ષીય બાળકને લઇ આ જ સ્ટોરમાં આવ્યા હતાં તેમજ બાળકે આ લકઝરી વોચની ચોરી કરી લીધી હતી.
માતા-પિતાએ બાળકને એવી રીતે તાલીમ આપી હતી કે, તેને એક નકલી ઘડિયાળ આપી હતી જે બાળકે અસલી ઘડિયાળને ચોરીને ત્યાં નકલી ઘડિયાળ મુકી દીધી હતી. ચોરી દરમિયાન તો સ્ટોરના સ્ટાફને જાણ ના થઈ પણ બીજા દિવસે ખબર પડી કે, કોઇ નકલી ઘડિયાળ મુકીને અસલી લઇ ગયું છે. સ્ટોરના માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઇલી તથા માર્ટા રોમાનિયા છોડીને ફરાર થઈ જવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ પોલીસ દ્વારા ઓકળી પાડવામાં આવ્યા હતા. દંપતિએ બાળક પાસેથી ચોરી કરાવવા બદલ આ અપરાધ માટે કોર્ટ દ્વારા પિતાને કુલ 18 મહિનાની તેમજ માતાને કુલ 8 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.
ન્યાયાધીશ માઇકલ ગ્રીવ દંપતિને જણાવે છે કે, નાના બાળકને ચોરી કરવા માટે તૈયાર કર્યો હતો. તમે મોંઘીદાટ ઘડિયાળની ચોરી કરવા માટે એક સુનિયોજીત ષડયંત્ર રચ્યું હતું. પબ્લીક પ્રોસિકયુટર ડોમિનિક હોકલે જણાવે છે કે, કુલ 5 દિવસ અગાઉ દંપતિ હેરોડસ આવ્યું ત્યારે તેઓ વિવિધ ટાઇમ પીસનો ફોટોગ્રાફસ લઇ રહ્યા હતા.
સ્વાભાવિક રીતે જ ગ્રાહક ખરીદી કરશે એમ માનીને સ્ટોરના કર્મચારીઓએ વાંધો લીધો ન હતો પરંતુ કુલ 5 દિવસ બાદ તેમણે નકલી ઘડિયાળ મુકીને અસલી ઘડિયાળની ચોરી કરી લીધી હતી, તેનો અર્થ એ થાય છે કે, તે ફોટોગ્રાફસ પાડવા તેમની એક યોજનાનો ભાગ હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle