માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. અકસ્માતને કારણે કેટલાય પરિવાર પર સ્વજનોને ગુમાવવાથી આભ તૂટી પડતું હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે. રોહિણાથી પરિયા બાજુ કાળમુખી બનીને દોડી આવેલ કારે સ્કૂલમાંથી છૂટીને પરત ફરતા 6 વર્ષનાં બાળકને અડફેટમાં લેતા મોત થયું હતું.
પારડીના પરિયા ગામનાં લાગિયા ફળીયામાં રહેતા મહેન્દ્ર ગુલાબભાઈ પટેલના 6 વર્ષનાં પુત્ર ધ્રુવિશ પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં અભ્યાસ કરતો હોવાથી બુધવારે શાળાએથી અન્ય વિદ્યાર્થીઓની સાથે ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન ગોઈમાંથી પરીયા બાજુ આવવાના માર્ગ પરથી પુરપાટ ઝડપે આવી રહેલ કાર નંબર GJ-15-CL-0668ના ચાલકે ધ્રુવિશને અડફેટે લીધો હતો.
જેને કારણે બાળક માર્ગ પર ફંગોળાઈ ગયો હતો. આ ઘટનામાં ધ્રુવિશ લોહીલુહાણ થઇ ગયો હતો. આની સાથે જ ઘટનાસ્થળે આવી પહોંચેલ લોકોએ અકસ્માત સર્જનાર કારને રોકીને એ જ કારમાં ધ્રુવિશને હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબ દ્વારા બાળકને મૃત જાહેર કરી દેવામાં આવ્યું છે.
માસુમ બાળકનું મોત નિપજતા ગામલોકોએ કારચાલક પર આક્રોશ ઠાલવતા વાતાવરણ તંગ બની ગયું હતું. સરપંચ જીતુ પટેલ તથા પાટીના ગ્રામસેવક શશિકાંત શંકરભાઈ પટેલની અટકાયત કરીને પોલીસ મથકે લઈ જવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.
સરપંચની સાથે કચેરીએ આવતા સેવકે અકસ્માત કર્યો:
કારમાં સવાર થઇને પાટીમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતો શશિકાંત પટેલ અને સરપંચ જીતુ પટેલ પારડી તાલુકા પંચાયત ઓફિસ કામ માટે નીકળ્યા ત્યારે ગ્રામ સેવક શશિકાંત કાર હંકારી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા ગ્રામ સેવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.