ગુજરાત રાજ્યનાં શહેરોમાં રાજ્ય સરકાર એક મોટો ફેરફાર કરવાં જઈ રહી છે. આ ફેરફારને કરવાનું મુખ્ય કારણ શહેરોને ગેસ-ચેમ્બર બનતાં અટકાવવાનું છે. આ ફેરફારથી શહેરોમાં રહેતા તમામ લોકોને સ્વચ્છ હવા અને સ્વચ્છ પાણી મળી રહે તેવો હેતુ છે. સરકારને આ કામ થોડાં સમય પહેલાં કરવાની જરૂર હતી તેવો મત પ્રવર્તી રહ્યો છે. જો, કે મોડું તો મોડું પણ સરકારને સમજાઈ ગયું છે, કે આ ફેરફારને લાગુ કરવામાં નહીં આવે તો શહેરોમાં તંદુરસ્ત લોકોની સામે રોગિષ્ટ નાગરિકોની સંખ્યામાં ઝડપથી વધારો થશે.
રાજ્યના મોટાભાગનાં શહેરોમાં હવા, પાણી અને જમીનના પ્રદૂષણને થતું અટકાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લાંબાગાળાની યોજના બનાવી છે. આ યોજનાને મારફતે જ્યાં-જ્યાં વસ્તીની ગીચતા છે, અને માનવ વસવાટ પણ છે, ત્યાં કોઇપણ ઇન્ડસ્ટ્રીઝને મંજૂરી આપવામાં આવશે નહી. એટલું જ નહીં શહેરોની મધ્યમાં પણ જે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો છે, તેમને પણ શહેરોની બહાર તરફ ખસેડવામાં આવશે.
રાજ્યના શહેરી વિકાસ વિભાગના સૂત્રોએ જણાવતાં કહ્યું છે, કે સરકાર ટાઉન પ્લાનિંગ એક્ટની જોગવાઇમાં સુધારો કરવા તરફ જઇ રહી છે. આ સુધારાને લીધે શહેરોમાં પ્રદૂષણ ફેલાવતા એકમો અને ફેક્ટરીઓને શહેરની બહારની બાજુ ખસેડવામાં આવશે. સરકાર શહેરોની મર્યાદામાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનને નોન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવા માંગે છે. સરકારને આવી યોજના કોરોનાનાં સંક્રમણ સમયે અઢી મહિના સુધી લાગુ કરવામાં આવેલ લોકડાઉનમાંથી આવ્યો છે.
લોકડાઉન દરમિયાન અમદાવાદ સહિતના રાજ્યના મોટાભાગનાં શહેરો જેવાં કે સુરત, વડોદરા અને રાજકોટમાં હવા અને પાણીનું પ્રદૂષણ ચોંકાવનારી રીતે ઘટતું જોવાં મળ્યું છે. આવું થવાનું મુખ્ય કારણ ઉદ્યોગ-ધંધા બંધ હોવાંથી પ્રદૂષણ જોવા મળ્યું નથી. જો, કે અનલોકની શરૂઆત થતાં જ ફરીથી આ પ્રદૂષણ વધી રહ્યું છે, જે સરકારની માટે ચિંતાનો વિષય બની ગયું છે. સરકારે આ અંગે પર્યાવરણના નિષ્ણાતો સાથે બેઠકો કરીને ચિતાર મેળવ્યો છે, અને તેને લગતાં સૂચનો એકત્રિત કર્યા છે.
વિભાગના અધિકારીએ જણાવતાં કહ્યું હતું, કે શહેરોની મર્યાદાઓ વધારવાની સાથે જ ઉદ્યોગો મધ્યમાં આવી ચૂક્યાં છે. આ ઉદ્યોગોને લીધે માનવજીવન કષ્ટદાયક બનતું જાય છે. શ્વાસમાં પણ પ્રદુષિત હવા જતાં જ લોકો બિમાર પડી રહ્યાં છે. ટાઉન પ્લાનિંગ એક્ટમાં સુધારો કરીને આવા ઉદ્યોગો કે જેમાં પ્રદૂષણ થઈ રહ્યું છે, તેમને શહેરોની બહાર ખસેડવામાં આવશે. આ ઉદ્યોગોને સ્થળાંતરની સાથે-સાથે અનેક પ્રોત્સાહનો આપવાનું પણ સરકાર વિચાર કરી રહી છે, કે જેથી ઉદ્યોગ સંચાલક બહાર જવા માટે સંમત થઈ જાય. આ ઉદ્યોગોને સસ્તાભાવમાં જમીન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પુરૂં પાડવામાં આવશે.
શહેરી વિકાસ વિભાગે નક્કી કરતાં જણાવ્યું છે, કે પ્રદૂષણ ફેલાવે તેવા ઉદ્યોગોને શહેરોમાંથી બહાર તો કઢાશે પરંતુ તેની સાથે-સાથે નવા ઉદ્યોગો શહેરી વિસ્તારમાં સ્થપાય નહીં તે માટે આદેશો પણ બહાર પાડવામાં આવશે. એટલે કે, કોઇપણને શહેરની મધ્યમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગની શરૂઆત કરવાની મંજુરી આપવામાં આવશે નહીં. અધિકારીએ જણાવતાં કહ્યું હતું, કે ગ્રીન ફ્લોર સ્પેસ ઇન્ડેક્સની વિભાવના ટૂંકા સમયગાળામાં જ પ્રોત્સાહિત કરાશે.
ખાસ કરીને કે જે સોના-ચાંદી અને પ્લેટીનમના ઉદ્યોગો શહેરની મધ્યમાં આવેલા છે, તેને ખસેડવામાં ઘણાં પ્રોત્સાહનો પણ આપવામાં આવશે. એ ઉપરાંત ધુમાડા કાઢતા તથા પાણીનું પ્રદૂષણ પણ ફેલાવતા ઉદ્યોગોને માટે પણ શહેરોથી દૂર સ્થળાંતર કરવા માટે એક ખાસ પ્રકારની યોજના બનાવવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news