હરિયાણાના(Haryana) ભિવાનીમાં રવિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. બવાનીખેડા વિસ્તારના મિલકપુર ગામમાં એક બેકાબૂ કેન્ટરે બાઇક અને સાઇકલ સવાર ચાર લોકોને કચડી નાખ્યા હતા. જેમાં 3ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં માતા અને પુત્ર પણ હતા. ઘાયલોમાં એકની હાલત ગંભીર છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ લોકોએ હાંસી-ભિવાની નેશનલ હાઈવે બ્લોક કરી દીધો છે. બવાનીખેડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોચ્યા હતા. કલાકોની જહેમત બાદ ટ્રાફિક હળવું થયું હતું.
કહેવાય છે કે ગામ મિલકપુરનો રહેવાસી સુનીલ (27) રવિવારે સવારે તેની માતા રાજબાલા સાથે ખેતરે જવા બાઇક પર નીકળ્યો હતો. તેની સાથે મહિપાલ(24) તેના પિતરાઈ ભાઈ અંકિત સાથે સાઈકલ પર જઈ રહ્યો હતો. જ્યારે ચારેય ભિવાની-હાંસી નેશનલ હાઈવે પર આવ્યા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા કેન્ટરે તેમને ટક્કર મારી અને ચારેયને કચડી નાખ્યા.
અકસ્માતમાં બાઇક સવાર સુનિલ અને તેની માતા રાજબાલા ઉપરાંત સાઇકલ સવાર મહિપાલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં અંકિત ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માતમાં એક સાથે ત્રણના મોત થતાં ગામમાં અરેરાટી ફેલાઇ હતી. એકાએક ઘટનાસ્થળે ગ્રામજનોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.
અકસ્માતમાં ત્રણ લોકોના મોત બાદ ઉશ્કેરાયેલા લોકોએ ભિવાની-હાંસી નેશનલ હાઈવે 148Bને બ્લોક કરી દીધો હતો. અકસ્માતની જાણ થતાં બવાનીખેડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંદીપ શર્મા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ સાંભળ્યું નહીં. ગામલોકોએ કલાકો સુધી હાઇવે બ્લોક કરી રાખ્યો હતો અને મૃતકોના શવને પણ ઉપાડવા દીધા નહોતા.
ગ્રામજનોની માંગ છે કે, હાઇવે પર સ્પીડ બ્રેકર બનાવવામાં આવે. બ્રેકર ન હોવાના કારણે અહીં રોજેરોજ અકસ્માતો થઈ રહ્યા છે. વાહનચાલકો સ્પીડ કન્ટ્રોલ કરી શકતા નથી. બીજી માંગ એ છે કે મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય આપવામાં આવે. વહીવટી અધિકારીઓને સ્થળ પર બોલાવવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે. પોલીસ અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સ્થળ પર ગ્રામજનો સાથે વાતચીત કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.