ભાજપની કોર્પોરેટર પોતાના જ પક્ષના ઉચ્ચ હોદ્દેદારને ચૂનો ચોપડયો, નોંધાઈ પોલીસ ફરિયાદ

Surat News: મંગળવાર ગાંધીનગરમાં સામાજીક કાર્યકર તરીકે કાર્યરત અને મહાપાલિકામાં પબ્લિક હેલ્થ કન્સલ્ટન્ટ એવા મહિલાએ સુરત(Surat News) રહેતી અને મિત્ર એવી મહિલાને તેની આર્થિક મુશ્કેલીની સ્થિતિમાં રૂપિયા 5 લાખ એક વર્ષમાં પરત કરવાની શરતે આપ્યા હતાં.

તની સામે સુરતની મહિલાએ આપેલા ચેક બેંકમાંથી અપૂરતા ભંડોળના શરત સાથે પરત ફર્યા પછી પણ ઉક્ત મહિલાએ નાણાં પરત નહીં આપીને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમદાવાદના બોપલ, વિસ્તારમાં કલબ રોડ પર શ્યામ શરણ બંગ્લોઝમાં રહેતા અને શ્રદ્ધા ચેરીટેબલ ફાઉન્ડેશનનું કામ કરતા શ્રદ્ધા સુરેશસિંહ રાજપુતે સેક્ટર 21 પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરતના પુણાગામ વિસ્તારમાં ઇશ્વરકૃપા સોસાયટીમાં રહેતાં દર્શીની પ્રવિણભાઇ કોઠીયા નામની મહિલા સામે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.

તેમાં જણાવાયા પ્રમાણે પબ્લિક હેલ્થ કન્સલ્ટન્ટ તરીકે કામ કરવા દરમિયાન વર્ષ 2018માં શ્રદ્ધા રાજપુતને દર્શીની કોઠીયા સાથે ગાંધીનગર મહાપાલિકામાં મુલાકાત થયા બાદ મિત્રતા બંધાઈ હતી. દરમિયાન વર્ષ 2022માં દશીનીએ આર્થિક તકલીફના કારણે રૂપિયા 5 લાખની જરૂર હોવાનું કહેતા એક વર્ષમાં પરત કરવાની શરતે આપ્યા હતાં.

એક વર્ષ બાદ નાણાં પરત માંગતા અઢી- અઢી લાખના બે ચેક આઇસીઆઈસીઆઈ બેંકના આપ્યા હતાં. પરંતુ તે ચેક બેંકમાં જમા કરાવ્યા તે દરમિયાન અપુરતા બેલેન્સના કારણે રિટર્ન થયા હતા.

જે બાદ આ મહિલા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.ત્યારે પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આ સાથે જ અરજદારે જલ્દીમાં જલ્દી પોતાના નાણાં પરત મળી રહે તે માટે ફરિયાદની સાથે વિંનતી કરી છે.