Tampering with alcohol in washing machines: ગુજરાતમાં દારુ ઘુસાડવાના અવનવા કિમીયા બુટલેગરો શોધતા જ રહે છે.આવો જ એક નવો કિમીયો અજમાવીને દારુની હેરાફેરી કરવાનો પર્દાફાશ પોલીસે કરી દીધો છે. જેમાં PCBએ લાખો રુપિયાના દારુના જથ્થાને જપ્ત કરી લીધો છે. PCBને બાતમી મળી હતી કે એક ટ્રકમાં વોશિંગ મશીનની આડમાં(Tampering with alcohol in washing machines) ઈંગ્લીશ દારૂ છુપાડીને લાવવામાં આવી રહ્યો છે.ત્યારે બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વોશિંગ મશીનની આડમાં દારૂની મંગાવવામાં આવતો હતો
અમદાવાદમાં ફરી એકવાર દારુની હેરાફેરી થતી ઝડપાઇ છે. દારુની હેરાફેરી માટે બુટલેગરોએ નવો કિમીયો અજમાવ્યો છે. વોશિંગ મશીનની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. ત્યારે PCBએ લાખોનો દારૂનો જથ્થો પકડી પાડયો છે. વોશિંગ મશીનની આડમાં 7500 દારૂની બોટલો છુપાવીને દારુ લઇ જવામાં આવી રહ્યો હતો. જે અંગે પીસીબીને જાણ થતા પીસીબીએ ટ્રક, દારૂ સહિત 54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને દારૂની હેરાફેરી કરતા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
દારૂ પંજાબથી લાવવામાં આવ્યો હતો
દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા.ત્યારે તેમની ઊંડાણ પૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,આ બન્ને આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે. આ દારૂ પંજાબથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો હતો. આ પહેલા પણ રાજ્યમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો હતો.
ગુજરાતમાં દારુબંધી હોવા છતા દારુની હેરાફેરી થતી રહે છે. પોલીસથી બચવા દારૂની હેરાફેરી માટે બુટલેગરો નવા નવા કિમિયા અજમાવતા રહે છે. પરંતુ બુટલેગરોએ વિદેશી દારૂની હેરાફેરી માટે નવો કિમીયો અજમાવી પોલીસની આંખમાં ધૂળ નાખવાના મનસૂબા ઉપર પાણી ફરી વળ્યું છે.કારણકે,પીસીબીને જાણ થતા પીસીબીએ ટ્રક, દારૂ સહિત 54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને દારૂની હેરાફેરી કરતા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App