બનાસકાંઠા(ગુજરાત): આજકાલ પોલીસ દ્વારા રેડ પાડીને ઘણા કૂટણખાના પકડી પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પણ સ્પાની આડમાં ઠેર-ઠેર હવે દેહવેપારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે ત્યારે આ પ્રવૃત્તિઓ પર લગામ મૂકવા માટે પોલીસ દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે આવા જ એક સ્પા પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રંગેહાથ કૂટણખાનું ઝડપાઈ ગયું હતું.
આ દરમિયાન, પોલીસને બાતમી મળી હતી કે, થરાદના બોમ્બે માર્કેટમાં આવેલા એ-વન સ્પામાં કૂટણખાનું ચાલી રહ્યું છે. જેમાં એએસપી પૂજા યાદની આગેવાનીમાં આજે પોલીસ દ્વારા ડમી ગ્રાહક મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન અહીંયા આંતરાજ્યા છોકરીઓ બોલાવી અને તેમને પૈસાનું પ્રલોભવન આપી અને દેહવિક્રયની પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હતી.
પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં સ્પાના મેનેજર ફરાર થઈ ગઈ છે જ્યારે પોલીસે મેહુલ પટેલને પકડી પડ્યો છે. જ્યારે દરોડામાં તેમની પાસેથી 7500 રૂપિયા રોકડ અને મોબાઇલ ફોન વગેરે મળી આવ્યા છે. આ મામલે હજી રમેશ ધુડાભાઈ જોષી ઘંટીયાળી થરાદની ધરપકડ કરવાની બાકી છે.
આ મામલે એ.એસ.પી પૂજા યાદવે જણાવ્યું કે, આ મામલે ગેરકાયદેસર દેવવિક્રયની પ્રવૃત્તિ ચાલતી હતી. આ દરોડામાં બે યુવતીઓને રેસ્ક્યૂ કરવામાં આવેલ છે. અમને બાતમી મળી હતી કે, બોમ્બે માર્કેટ થરાદમાં એ-વન સ્પામાં દેહવિક્રયની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ મામલે સ્પાના મેનેજર ફરાર છે જ્યારે મેહુલ કુમાર પટેલને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે.
જાણવા મળ્યું છે કે, સ્પામાં ગ્રાહકો પાસે પૈસા લઈ અને તેમને યુવતી સાથે શારિરીક સંબંધો કેળવવા માટે વ્યવસ્થા કરી દેવામાં આવતી હતી. આમ, થરાદ જેવા નાના સ્થળમાં આ પ્રકારની પ્રવૃત્તિ સામે આવતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા રેસ્ક્યૂ કરેલી બે યુવતીઓને આ કામમાંથી છોડાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.