મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 56 થી વધુ લોકો હતા સવાર

જમ્મુ – કાશ્મીર: રાજૌરી(Rajouri)ના નૌશેરા(Naushera)માં એક મિની બસ ખીણમાં ખાબકતા એક વ્યક્તિનું મોત થયું અને 56 ઘાયલ થયા. નૌશેરાના એડિશનલ ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે, સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે. ગંભીર રીતે ઘાયલ ચાર લોકોને જમ્મુ(Jammu) રિફર કરવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે, બસ()માં 50 લોકો સવાર હતા. તમામ લોકો પુખરની(Pukhrani) ગામથી નૌશેરા જઈ રહ્યા હતા.

લામ નજીક દેબટ્ટામાં સવારે 10 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક લોકો, સેના અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સૈનિકો ગંભીર રીતે ઘાયલ નવ લોકોને હોસ્પિટલમાં લઈ ગયા. જેમાંથી પુખરની ગામના બિલાલ હુસેનનું હોસ્પિટલમાં મોત થયું હતું. નાની-મોટી ઈજાઓ ધરાવતા અન્ય કેટલાકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી.

સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોએ બચાવ કામગીરીમાં મદદ કરી હતી. પ્રવક્તાએ કહ્યું કે, રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોએ પોતાના જીવની પરવા કર્યા વિના ખાડીમાં જઈને ગંભીર રીતે ઘાયલ મુસાફરોને બહાર કાઢ્યા. સેનાના વાહનોમાં સૈનિકો દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઘાયલોને નૌશેરાની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *