Gambling house caught from Surat: હાલમાં સુરત શહેરમાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના કાપોદ્રા વિસ્તાર માંથી ધમધમી રહ્યું હતું જુગારધામ. જેના પર પોલીસ દ્રારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના કાપોદ્રા ગાયત્રી સોસાયટી માં ચાલતું હતું જુગારધામ (Gambling house caught from Surat) અને તેની સાથે 14 લોકોને પોલીસ દ્વારા 2.26 લાખનો મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે.
બાતમીના આધારે પાડી રેડ
કાપોદ્રા પોલીસ જણાવે છે કે, ગાયત્રી સોસાયટી માં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળ્યા પછી પોલીસે રેડ પાડતા કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ ઓનેસ્ટ-02 ઓનલાઇન માર્કેટીંગ એજન્સીના નામે જુગારધામ ચલાવી રહ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
14 લોકો પકડાયા
પોલીસ દ્વારા આ જુગારધામમાંથી જુગાર રમવાના સાધનો, દરમ્યાન રોકડ 1,04,807 ની રકમ અને મોબાઇલ ફોન નંગ 15 કિમત રૂપિયા 1,02,000 તથા ટી.વી, બોડ, માઉસ કિમત 5350 તથા સીપીયુ કે જેની કિમત 10,000 તથા હિસાબની અલગ અલગ છ ચીઠ્ઠીઓ, અને ભાડાની ડાયરી તથા ભાડા કરારો અને લાઇટ બિલ મળીને કુલ રૂપિયા 2,26,657નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓનાં નામ
1. હિતેશભાઇ અશોકભાઇ ધરવડીયા ઉ.વ.25 ધંધો- ઓપરેટર રહે. 66, સીતુનગર, સીતાનગર ચોકડી, પુણા ગામ. સેલણા તા-સાવરકુંડલા, જી-અમરેલી
2. કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ ઉ.વ. 32 ધંધો- વેપાર રહે.પ્લોટ નં-12, ભાડાના ગાળામા, ગીતગોવિંદ, હિરાબાગ વરાછા, મુળ ગામ.ભોજાવદર, તા-ઉમરાળા, જી-ભાવનગર
3. બાલાભાઇ કરશનભાઇ મકવાણા ઉ.વ.30 ધંધો-હીરામજુરી રહે- હાલ ખાતા નં-288, ગ્રાઉન્ડ ફ્લોર ગાયત્રી સોસાયટી, કાપોદ્રા
4. ઘનશ્યામભાઇ સવજીભાઇ લખતરીયા ઉ.વ.૩૨ ધંધો-હીરામજુરી રહે-અક્ષર ડાઇમંડ સોસાયટી, ગીરીરાજ ગલ્લાનીઉપર પહેલા માળે, ભાવેશભાઇના ખાતામા,કાપોદ્રા
5. જગદીશભાઇ રાજુભાઇ દુધરેજીયા ઉ.વ.૩૦ ધંધો-હિરા મજુરી રહે-મ.નં 248, શ્રીજી સોસાયટી, મુરઘાકેંદ્ર પાસે, કમલપાર્કની બાજુમા કાપોદ્રા
6. ધવલભાઇ અશોકભાઇ રાઠોડ ઉ.વ.22 ધંધો-હીરામજુરી રહે-મ.નં 11 રામક્રુપા, સોસાયટી, ગાયત્રીની બાજુમા, કાપોદ્રા
7. નિલેશભાઇ વિઠ્ઠલભાઇ જાદવ ઉ.વ.22 ધંધો-હીરામજુરી રહે-ખાતા નં-159, ગાયત્રી સોસાયટી, ભીખુભાઇ પટેલના ખાતામા કાપોદ્રા.
8. ભાવેશભાઇ અશોકભાઇ ઝાલા ઉ.વ.30 ધંધો-હીરામજુરી રહે-ખાતા નં-128, ત્રીજા માળે, સંજયભાઇ ગોહિલના ખાતામા,ગાયત્રી સોસાયટી કાપોદ્રા
9. ભરતભાઇ ભીખાભાઇ લીંબડ ઉ.વ.50 ધંધો-હીરામજુરી રહે-160, અમિધારા સોસાયટી, નાનાવરાછા ઢાળ, કાપોદ્રા
10. ધર્મેશભાઇ બાવચંદભાઇ વાઘેલા ઉ.વ.29 ધંધો-હિરામજુરીરહે-ઘર નં-249, નિલકંઠ સોસાયટી, બાપાસીતારામ મઢુલીપાસે, વરાછા,
11. હાર્દીકભાઇ મુકેશભાઇ મકવાણા ઉ.વ.19 ધંધો-હિરામજુરીરહે-જીતેશભાઇના મકાનમા, જેરામનગર સોસાયટી, ધરમનગર ચોકડી, એ.કે. રોડ વરાછા.
12. મહેશભાઇ ઘોહાભાઇ બાવસીયા ઉ.વ.24 ધંધો-હીરામજુરી રહે-ખાતા નં-101, પહેલા માળે, અક્ષર ડાયમંડ સોસાયટી, કાપોદ્રા
13. શૈલેષભાઇ ઘોહાભાઇ બાવસીયા ઉ.વ.22 ધંધો-હીરામજુરી રહે-ખાતા નં-101, પહેલા માળે. અક્ષર ડાયમંડ સોસાયટી, કાપોદ્રા.
14. જયેશભાઇ કાળુભાઇ સીરોયા ઉ.વ.27 ધંધો-હીરામજુરી રહે-ઘર નં-15, ગેલાણી નગર સોસાયટી, દશરથ નગરની પાસે, કાપોદ્રા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App