જામનગર(ગુજરાત): રાજ્યમાં અવાર-નવાર બૂટલેગરો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં હેર-ફેરી કરવા અવનવા કીમિયા અપનાવી રહ્યા છે. મોરબીમાં સતત દારૂનો જથ્થો પકડાતો જ રહે છે. આ દરમિયાન હવે બૂટલેગરો દ્વારા મોટરકારમાં દારૂ લઇ જવામાં આવી રહ્યો હયો. જામનગર નજીક આવેલા નાઘેડી ગામ જવાના રસ્તે પોલીસે શંકાસ્પદ હાલતમાં નિકળેલ ઇનોવા કારની તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા કારમાંથી 255 બોટલ ઇંગ્લીશ દારૂ તથા 13 નંગ બિયર મળી આવી હતી. આ માટે એક વ્યક્તિની ધડપકડ કરવામાં આવી છે. પોલીસે 5 લાખ રૂપિયાનો માલ કબજે કરી વધુ કાર્યવાહી શરુ કરી છે.
પોલીસને જાણ થઇ હતી કે, જામનગર તાલુકાના નાઘેડી ગામે કનસુમરા જવાના રસ્તે દારૂ ભરેલી કાર નિકળવાની છે. પોલીસે ત્યાં વોંચ ગોઠવી હતી. ત્યારે ત્યાંથી એક શંકાસ્પદ હાલતમાં ઇનોવા કાર નીકળી હતી. તેની તપાસ કરતા તેમાંથી ઇગ્લીશ દારૂની બોટલ 255 નંગ 94,675 રૂપિયા તથા બિયરના ટીન 13ના 1300 રૂપિયા મળી આવ્યા હતાં. પોલીસે ઇનોવા કાર સહિત 4,95,975 રૂપિયાનો માલ જપ્ત કર્યો છે. એટલું જ આ બનાવનો મુખ્ય આરોપી નાઘેડી ગામમાં રહેતા રામભાઇ ઉર્ફે રામકો જીવાભાઇ મેર હજુ પોલીસની ગીરફથી ફરાર છે.
અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં પણ બૂટલેગરો દ્વારા કોલસાની આડમાં લાવવામાં આવતો દારૂનો જથ્થો પોલીસને હાથ લાગ્યો છે. નોંધનિય છે કે, પોલીસ દ્વારા તો શંકાસ્પદ લાગતા કોલસા ભરેલ ટ્રક જપ્ત કરવામાં આવ્યો હતો. પરંતુ, તેમાંથી લાખો રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો. જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
મળતી માહિતી મુજબ, મોરબીની રવાપર ચોકડી ખાતે પેલી જૂલાઈએ રાત્રે એ ડીવીઝન પોલીસ દ્વારા કોલસા ભરેલ ટ્રકને અટકાવવામાં આવી હતી. પરંતુ, ટ્રકનો ચાલક અને ક્લીનર પોલીસને જોઈને ફરાર થઇ ગયા હતા. જેથી પોલીસને લાગ્યું કે, પોલીસના ડરના કારણે બંને ભાગી છૂટ્યા હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.