હિન્દુ ધર્મમાં મહત્વપુર્ણ પુરાણ એટલે ગરુડ પુરાણ. હિન્દુ ધર્મમાં મહત્વપુર્ણ ધાર્મિક ગ્રંથોનો એક ગ્રંથ ગરુડ પુરાણ છે. આપણી સંસ્કૃતિમાં ગરુડ પુરાણનું એક ખાસ સ્થાન છે. જીવનનાં બારીકમાં બારીક પાસાઓનું ખુલીને વર્ણન આ પવિત્ર ગ્રંથમાં કરવામાં આવેલ છે. ગરુડ પુરાણમાં જીવનનાં તે રહસ્યો વિશે જાણવા મળશે જેનાથી આપણે અત્યાર સુધી અજ્ઞાન છીએ.
ગરુડ પુરાણમાં તમે જીવનનાં તે રહસ્યો વિશે જાણી શકો છો, જેનાથી આપણે અત્યાર સુધી અજ્ઞાન હતાં. મૃત્યુ થયા બાદ આત્માની સાથે શું થાય છે?, આત્મા કેવી રીતે ગર્ભધારણ કરે છે?, આત્માને ગર્ભધારણ કર્યા બાદ શિશુને ગર્ભમાંકેવા પ્રકારનાં કષ્ટો ભોગવવા પડે છે? આ બધાજ પ્રશ્ન વિષે ગરુડ પુરાણમાં લખવામાં આવ્યું છે. માતા ના ગર્ભમાં પ્રવેશ કર્યા બાદ આત્મા મૃત્યુલોકની વાયુને સ્પર્શ કરે છે. અને ત્યારે આત્મા તેમાં પુર્વજન્મની બધી જ યાદો ભુલી જાય છે.
આત્મા ગર્ભધારણ કર્યા બાદ એક નવા જીવનની શરૂઆત કરે છે. ગરુડ પુરાણ અનુસાર શિશુને ગર્ભની અંદર ઘણા પ્રકારનાં કષ્ટો સહન કરવા પડે છે. જયારે આત્મા જીવ નાં માર્ગ દ્વારા ગર્ભમાં પ્રવેશ કરે છે, ત્યારે જીવ નો આકાર ખુબ જ સુક્ષ્મ હોય છે. 10 દિવસ બાદ બોર જેવડો આકાર થઇ છે. ધીરે-ધીરે આત્માનો ગર્ભની અંદર વિકાસ થાય છે. થોડા સમય બાદ એક ઈંડા ના આકારમાં બદલાય જાય છે.
માતા દ્વારા મળી રહેલા આહારને કારણે બાળક ઝડપથી વિકાસ પામે છે. ત્યાર બાદ ધીરે ધીરે ભૃણનાં મસ્તિષ્કનો વિકાસ થાય છે. બાળકના હાથ-પગ બનવાનાં શરૂ બીજા મહિનામાં જ થઇ જાય છે. ગર્ભની અંદર બાળક મળ, મુત્ર અને સુક્ષ્મ જીવ સાથે રહે છે. ત્યારે સુક્ષ્મજીવ બાળકને ખુબ જ પરેશાન કરે છે.
માતા ખાટું કે તીખા ભોજનનું સેવન કરે ત્યારે બાળકની નાજુક ત્વચાને ખુબ જ કષ્ટ પહોંચે છે. બાળક હલન-ચલણ કરી શકતું નથી. ત્યારે ઘણા કષ્ટોનો સામનો કરવો પડે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, આ દિવસોમાં બાળક ભગવાન પાસે પોતાનાં પાપો ની ક્ષમા માંગે છે.
બાળક ભગવાનની સ્તુતિ કરવા લાગે છે અને કહે છે અને ખે છે, “હે લક્ષ્મીપતિ, આ જગતનું પાલન કરનાર ભગવાન શ્રી વિષ્ણુ હું તમારા શરણમાં છું. હે ભગવાન… આ યોનિ માંથી અલગ તમારા ચરણોમાં સ્મરણ કરીને એવો ઉપાય કરો કે જેથી કરીને હું મુક્તિ પ્રાપ્ત કરી શકું. ત્યારબાદ તે પોતાની ચારેય તરફની ગંદકી જોઈને બાળક ભગવાનને પ્રાર્થના કરે છે કે “ ર્ભથી અલગ થયાં બાદ તે જ્ઞાનરહિત થઈ જાય છે અને તેથી જ બાળક જન્મનાં સમયે રડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.