દબંગ ભાજપ નેતા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ વિરુદ્ધ ઍટ્રોસિટી અને અપહરણનો ગુનો નોંધાયો

BJP leader Jayraj Singh Jadeja: જૂનાગઢમાં ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશે ગોંડલના લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. ગણેશ ગોંડલ સામે દલિત યુવકનું અપહરણ કરવા અને તેને માર મારવાને લઈને એફઆઈર નોંધવામાં(BJP leader Jayraj Singh Jadeja) આવી છે. મળતી માહિતી અનુસાર ગણેશ ગોંડલ સામે એટ્રોસિટીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ દલિત સમજે પણ ગણેશ ગોંડલને સજા મળે તેવી માંગ કરી છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગત રાત્રે જૂનાગઢમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશે માથાકૂટ કર્યા બાદ રાત્રે 2.30 વાગ્યા આસપાસ 26 વર્ષીય યુવકને કાડવા ચોકમાંથી ઉઠાવી માર મારી પરત છોડી ગયા હતા. જુનાગઢના દલિત સમાજના પ્રમુખના પુત્રનું અપહરણ કર્યાની ફરિયાદ  નોંધવામાં આવી છે. એટલે જ નહિ દલિત સમાજના પ્રમુખના પુત્રને ઢોર માર મારી ફરી પરત જુનાગઢ છોડી દઈએ હોવાનું પણ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. જુનાગઢ એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય હોવાનું જાણવા મળ્યું છે.

પિસ્તોલ બતાવી યુવકને નિવસ્ત્ર કરી ઢોર માર માર્યો
પોલીસ વિગત અનુસાર ગત રાત્રે ફરીયાદી યુવક પોતાની મોટર સાયકલ લઇને પરત ફરી રહ્યો હતો આ સમયે ફરીયાદી યુવકે ગણેશ ગોંડલને કાર બરાબર ચાલવવાનું કહેતા ગણેશે ફરીયાદી યુવકે પોતાની કારથી ટક્કર મારી યુવકને ઢોર માર મારી કારમાં તેનું અપહરણ કરી ફરાર થઇ ગયો હતો. આ બાદ જુનાગઢની કોઈ અવાવરુ જગ્યાએ લઇ જઈમાર મારી પિસ્તોલ બતાવી યુવકને નિવસ્ત્ર કરી યુવકનો વિડીયો બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.  આ સાથે જ જાતિ વિરુધી ગાળો આપી યુવકને માર માર્યો હતો.

જુનાગઢના કાળવા ચોક ખાતેથી દલિત સમાજના પ્રમુખ રાજુભાઈ સોંલકીના પુત્રને ગણેશ ગોંડલ અને તેના અન્ય સાથી મિત્રોએ અપહરણ કરી ઢોર માર મારી ફરી જુનાગઢ છોડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશે ગોંડલ સામાજિક હોય કે રાજકીય કાર્યકમોમાં આગેવાની કરતા હતા. એફઆઈર થયા બાદ દલિત સમાજના આગેવાનો ઉગ્ર વિરોધ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી ન્યાયની માંગ કરી રહ્યા છે. અપહરણની નામજોગ ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

હત્યાની કોશિશ, આર્મ ફોર્સ, અને એટ્રોસિટીનો ગુનો દાખલ
મળતી માહિતી અનુસાર વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશે ગોંડલ સામે દલિત યુવકનું અપહરણ અને માર મારવાના કેસમાં હત્યાની કોશિશ, આર્મ ફોર્સ, અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.