Sharmarket latest news: ટ્રેંડીગ સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ છે. સોમવારે બજારની શરૂઆતમાં (Sharmarket latest news) સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. બીજી બાજુ નિફ્ટી પણ 24,400ના સ્તરથી નીચે આવીચુક્યો છે.
આજે સોમવારે સ્થાનિક શેરબજારો માટે પ્રી-બજેટ ટ્રેડિંગ સેશન ચાલુ થયું છે અને બજારમાં ઘટાડાનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી 24,400ના સ્તરે હતો. જ્યારે સેન્સેક્સ 80,300ના સ્તરે ચાલી રહ્યો હતો. બેન્ક નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળી રહી છે.જાણીતું છે કે આવતીકાલે દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, તેથી આ આખું અઠવાડિયું શેરબજાર માટે ઘણું મહત્ત્વનું બની રહેવાનું છે.
સોમવારે શેરબજારની શરૂઆત ખરાબ જોવા મળી રહી છે. BSE સેન્સેક્સે 80,604.65ના સ્તરથી 200 પોઈન્ટ ઘટીને 80,408.90 પર ટ્રેડિંગ શરૂ કર્યું અને આવનારી પાંચ મિનિટમાં તે 500 પોઈન્ટ ઘટીને 80,103.77ના સ્તરે પહોંચ્યું. પ્રથમ ક્વાર્ટરના પરિણામો પછી, વિપ્રોના શેરમાં 7% જ્યારે રિલાયન્સના શેરમાં 3%નો ઘટાડો જોવા મળ્યો હતો.
એકંદરે આજે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 2.34 લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.34 લાખ કરોડનો ઘટાડો થયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App