ભેળસેળિયાઓ બન્યા બેફામ! ઉંઝામાંથી નકલી જીરું અને વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપાઈ

Unjha Fake Cumin: ઊંઝા તાલુકાના ગંગાપુરા નજીક મહેસાણા એલસીબી પોલીસે શંકાસ્પદ નકલી જીરૂ બનાવતી ફેક્ટરી પર ગઈરાત્રિના રેડ કરી અંદાજીત 3500 કટ્ટા (Unjha Fake Cumin) બેગો ભરેલી જીરૂ વરિયાળી સહિત અલગ અલગ પાવડર તેમજ ગોળની રસી સહિત અંદાજીત રૂ. 80 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

નકલી જીરૂ અને વરિયાળી બનવવામાં આવતી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, ઊંઝા તાલુકાના ગંગાપુરા રોડ પર આવેલા ઉમા એસ્ટેટ નામની ફેકટરીમાં મજુરો રાખી વરીયાળી માંથી શંકાસ્પદ જીરૂ તથા શંકાસ્પદ વરિયાળી બનાવવામાં આવે છે. તેવી માહીતી મહેસાણા એલસીબી પોલીસને મળી હતી. જેથી મહેસાણા એલસીબી પોલીસની ટીમે ગઈરાત્રિના રેડ કરી હતી. જે સદર ફેક્ટરીમાં આવી તપાસ કરતા ફેકટરીમાં નકલી જીરૂ અને વરિયાળી બનતી હોવાનું બહાર આવ્યું હતું.

81,03,200 લાખનો મુદામાલ કબ્જે કર્યો
શંકાસ્પંદ જીરૂ અને વરીયાળી બનાવી વરિયાળીમાંથી જીરુ બનાવેલ શંકાસ્પદ બેગો અને ચોખ્ખી કરેલ વરીયાળી તેમજ પ્રોસેસ કરેલ વરીયાળી તેમજ વેસ્ટ વરીયાળી તથા વરિયાળીનું ભુસુ તેમજ અલગ અલગ ઉપયોગમાં લેવાતા પાવડર ગોળની રસી સહિત પોલીસે આશરે 3500 કટ્ટા બેગો ભરેલ જીરૂ અને વરીયાળીનું ભુસુ તેમજ અલગ અલગ પાવડર અને ગોળની રસી સહિત અંદાજિત રૂ 81,03,200 લાખ ઉપરાંતનો શંકાસ્પદ મુદ્દામાલ મળી આવ્યો હોવાનું એલસીબી પોલીસ દ્વારા જણાવ્યું હતું.

આરોપીઓની ધરપકડ
શંકાસ્પદ નકલી જીરૂ વરીયાળી બનાવવાના પ્રકરણમાં ભાર્ગવ પટેલ અને મહેશ પટેલ રહે ઉંઝાનું નામ ખુલવા પામ્યું છે. મહેસાણા એલસીબી પોલીસ દ્વારા આ અંગે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરાઇ છે. આ બનાવ સંદર્ભે હાલ ઊંઝા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ દાખલ થઈ છે.

રાત્રે કરવામાં આવે છે પરાક્રમ
જિલ્લા ફૂડ અધિકારી વી.જે. ચૌધરીએ જણાવ્યું કે, રાત્રિ દરમિયાન જ આ ફેક્ટરીઓમાં શંકાસ્પદ અખાદ્ય જીરું અને કલરફૂલ વરિયાળી બનાવવામાં આવે છે. બીજી તરફ બંને ફેક્ટરીઓમાંથી લેવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ જો ભેળસેળયુક્ત હોવાનો પોઝિટિવ આવશે તો બંને માલિકો સામે ગુનો દાખલ કરાશે.