લો બોલો ગુજરાતમાં ફરી ઝડપાયો એક નકલી DYSP, જાણો ક્યાં?

ગુજરાત સહિત દેશભરમાં નકલી અધિકારીઓ સહિત કોર્ટ કચેરીઓ છેલ્લા કેટલાક સમયથી ઝડપાઈ રહી છે. એવામાં વધુ એક નકલી ડીવાયએસપી અમદાવાદમાંથી ઝડપાયો છે. અસલી પોલીસે આ નકલી ડીવાયએસપીને ઝડપી જેલ ભેગો કર્યો છે. અમદાવાદના લાંભા રોડ પર નકલી પોલીસ કાર પર પોલીસની લાઈટ અને પોલીસ નું લખાણ રાખી ફરી રહ્યો હતો. પોતાની માલિકીની ગાડી પર પોલીસ ની ગાડી જેવી લાઇટો રાખી લોકો વચ્ચે રોક જમાવતો હતો એવામાં જ પોલીસે તેને દબોચી લીધો છે.

અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી
નારોલ પાસે અસલી પોલીસે નકલી પોલીસને પકડી પાડ્યો છે. નકલી પોલીસ અસલી પોલીસના વહેમમાં લોકો પર રોક જમાવતો હતો. પોલીસની આ બાબતની જાણકારી મળતા જ બાજરીના આધારે તેને કાર સાથે પકડી પાડ્યો છે. આ આરોપીનું નામ મિરાજ મેઘા છે અને તેની કારની તપાસ કરતા તેમાંથી એક છરો પણ મળી આવ્યો છે. પોલીસે આ નકલી પોલીસ વિરુદ્ધ વધારે તપાસ હાથ ધરી છે. આ સાથે જ પોલીસ એંગલથી પણ તપાસ કરી રહી છે કે તેણે પોલીસના નામે કોઈના સાથે તોડતો નથી કર્યો કે કેમ?

આ ગાડીમાંથી છરી પણ મળી આવી
પોલીસે આરોપીની કારની જડતી લેતા એમાંથી એક છરી પણ મળી આવી હતી. પોલીસે આરોપીની તપાસ કરતાં પોલીસે જણાવ્યું કે આરોપી તપાસમાં સહયોગ આપી રહ્યો નથી. આ નકલી દેવાયએસપી એમ કહી લોકો વચ્ચે રોગ જમાવતો હતો કે હું એક ઊંચા હોદ્દા પર છું તમારે કોઈને કંઈ કામ પડે તો મને કહેજો એમ કહી લોકોમાં રોફ જમાવતો હતો. પરંતુ અસલી પોલીસે તેની ધરપકડ કરી તેની બધી જ હેકડી એક જ ઝાટકે ઉતારી દીધી છે.

આરોપી વટવાનો રહેવાસી
અમદાવાદના વટવા કેનાલ રોડ પાસે આવેલી વિનાયક રેસીડેન્સી માં આરોપી રહે છે. નિતીનકુમાર મેઘા નકલી ડીવાયએસપી બની લોકો વચ્ચે રોલા પાડતો હતો. અસલી પોલીસે લાંબા ટર્નિંગ પાસે ગાડી સાથે જ તેની ધરપકડ કરી હતી. આરોપીએ તેની નંબર પ્લેટ પર ડીવાયએસપી તથા પોલીસના નામના સિમ્બોલ પણ ચોંટાડ્યા હતા.