મહાકુંભ માંથી સ્નાન કરી પરત ફરી રહેલ પરિવારને ભરખી ગયો કાળ, 6 ના મોત

Bihar high way accident: બિહારના આરામાં એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના શુક્રવારે સવારે આરા-મોહનિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર (Bihar high way accident) એક પેટ્રોલ પંપ પાસે બની હતી. અહીં કાર પાછળથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ 6 લોકોના મોત થયા હતા.

ડ્રાઇવરને ઝોંકુ આવી ગયું
અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામ મૃતદેહોને બહાર કાઢ્યા. માર્યા ગયેલા લોકો એક જ પરિવારના હતા. આ પરિવાર પટનાના જક્કનપુરનો રહેવાસી છે અને પ્રયાગરાજ કુંભમાં સ્નાન કરીને પરત ફરી રહ્યો હતો. મૃતકોના સંબંધીઓએ જણાવ્યું કે, બધા લોકો ગઈકાલે મહાકુંભ સ્નાન માટે પ્રયાગરાજ ગયા હતા. શુક્રવારે સવારે ડ્રાઇવરને ઝોંકુ આવી જતા કાર ટ્રક સાથે અથડાઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા. કારનું એક વ્હીલ 20 ફૂટ દૂર પડેલું મળી આવ્યું. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ 6 લોકોના મોત થયા હતા.

મૃતકોમાં 4 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ
તમને જણાવી દઈએ કે મૃતકોમાં 4 મહિલાઓ અને 2 પુરુષો છે. પટનાના જક્કનપુર સ્થિત સુદામા કોલોનીના રહેવાસી સ્વ. વિષ્ણુ દેવ પ્રસાદને પુત્ર સંજય કુમાર, પત્ની કરુણા દેવી, પુત્ર લાલ બાબુ સિંહ અને તેમની ભત્રીજી પ્રિયમ કુમારી છે. આ ઉપરાંત, પટનાના કુમ્હરાર નિવાસી આનંદ સિંહની પુત્રી આશા કિરણ અને ચંદ્રભૂષણ પ્રસાદની પુત્રી જુહી રાની છે.

13 લોકો 2 વાહનોમાં મહાકુંભ ગયા હતા
મૃતક સંજયના ભાઈ કૌશલેન્દ્રએ જણાવ્યું કે બુધવારે એક સ્કોર્પિયોમાં 7 લોકો અને બલેનો કારમાં પતિ-પત્ની, પુત્ર અને ભત્રીજી સહિત 6 લોકો પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણી મહાસ્નાન કરવા ગયા હતા. પ્રયાગરાજથી પરત ફરતી વખતે, સંજય કુમારનો પુત્ર લાલ બાબુ કાર ચલાવીને પટના જઈ રહ્યો હતો આ દરમિયાન, લાલ બાબુને ઝોકુ આવી જતા કારનો ભયાનક અકસ્માત થયો.