ઉત્તર પ્રદેશ: નોઇડાના ફેઝ -3 પોલીસ સ્ટેશન વિસ્તારના ગઢી ચૌખંડી વિસ્તારમાં સોમવારે સવારે એક ઘરમાં આગ લાગવાથી બે માસૂમ બહેનોનું કરુણ મોત થયું હતું. આ આગમાં પરિવારના કેટલાક સભ્યો દાઝી ગયા હતા, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ કામગીરી હાથ ધરતી વખતે પોલીસે 25 થી વધુ લોકોને બચાવી લીધા હતા.
એડીસીપી સેન્ટ્રલ નોઈડાએ જણાવ્યું હતું કે, અજનારા સોસાયટીની પાછળ 5 માળનું મકાન છે. આ મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દિનેશ સોલંકીનો પરિવાર રહે છે. સવારે 5:15 વાગ્યે ગ્રાઉન્ડ ફ્લોર પર ગેટ પાસે ઇલેક્ટ્રિક બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. તેમાં પ્રવેશ અને બહાર નીકળવાનો એક જ પોઈન્ટ હોવાથી કોઈ બહાર નીકળી શકતું ન હતું. આગના ધુમાડાથી દિનેશનું ઘર સંપૂર્ણપણે ફેલાઈ ગય હતી.
માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને બચાવ અને રાહત કાર્ય શરૂ કરી હતી. ત્યાં સુધીમાં દિનેશ સોલંકીની બે પુત્રીઓ કૃતિકા અને રુદ્રાક્ષી આગમાં મૃત્યુ પામી હતી. એડીસીપીએ કહ્યું હતું કે, પરિવારના અન્ય સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે અને નજીકની રિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, 5 માળની ઇમારતના તમામ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. હાલ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.