બિહાર: જમાલપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ચોકાવનારી ઘટના સામે આવી હતી. આ ઘટના ત્યાં લગાવેલા CCTV માં કેદ થઇ હતી. તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે એક મહિલા તેના નાના બાળક સાથે ટ્રેનની નીચે ઉતારી રહી હતી. ટ્રેન લગભગ બે મિનિટ સુધી તેમની ઉપરથી પસાર થતી રહી હતી પરંતુ મહિલા અને બાળકને કંઈ થયું નહીં. ટ્રેન પસાર થયા બાદ મહિલાને બહાર કાઢવામાં આવી હતી.
ગુરુવારે મોડેલ સ્ટેશન જમાલપુરના પ્લેટફોર્મ નંબર એક પર બની હતી. જેમાં મહિલા અને બાળકનો જીવ બચી ગયો હતો. હકીકતમાં, જ્યારે લોકમાન્ય તિલક એક્સપ્રેસ 2 સપ્ટેમ્બરના રોજ સાંજે 4.38 વાગ્યે જમાલપુર સ્ટેશનથી ભાગલપુર તરફ જવા માટે ખુલી તે દરમિયાન એક મહિલા તેના નાના બાળકને ખોળામાં લઈને ટ્રેનમાંથી નીચે ઉતરવા લાગી હતી. પરંતુ, સંતુલન ગુમાવવાને કારણે તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની ખાલી જગ્યામાં વય જતા ટ્રેનની નીચે આવી ગઈ હતી. જોકે આ દરમિયાન પ્લેટફોર્મ પર તૈનાત આરપીએફ અને જીઆરપી સ્ટાફ દ્વારા મહિલાને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મહિલા ટ્રેનની નીચે જતી રહી હતી.
આ હૃદયદ્રાવક ઘટના જોઈને સ્ટેશન પર ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટના જોવા માટે મુસાફરો ત્યાં ભેગા થયા હતા. પરંતુ, ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. આટલી મોટી ઘટના થયા બાદ પણ મહિલા અને બાળકને કશું થયું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.