ભારતનો એક એવો ડાકુ જે પોલીસના નાક-કાન કાપી લેતો હતો, તેના પર બનેલી ફિલ્મ 5 વર્ષ સુધી થિયેટરમાં ચાલી હતી

Real gabbar singh:શોલે ભારતીય સિનેમાની એક એવી ફિલ્મ છે, જેણે ન ફક્ત બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો પરંતુ, તેના કિરદાર અને ડાયલોગ આજે પણ લોકોના હૃદયમાં વસેલા છે. ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, અમજદ ખાન, જયા બચ્ચન, હેમામાલીની, સંજીવ કુમાર, જગદીશ (Real gabbar singh) અને અસરાનીની આ ફિલ્મનું નિર્દેશન રમેશ સીપીએ કર્યું હતું. વર્ષ 1975 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની લિસ્ટમાં તેનું નામ ટોપ પર આવે છે. દિલચસ્પ વાત તો એ છે કે શોલે ફિલ્મને પહેલા અઠવાડિયે ફ્લોપ ગણવામાં આવી હતી, પરંતુ વર્ડ ઓફ માઉથનો  એવો જાદુ ચાલ્યો કે તેણે પાંચ વર્ષ સુધી સિનેમા ઘરમાં ઉતરવાનું નામ જ ન લીધું હતું. શું તમે જાણો છો કે શોલેનો ડાકુ ગબ્બર સિંહ ક્યાંથી આવ્યો? આવો અમે તમને જણાવીએ…

ગ્વાલિયરના જંગલોમાં 1950 ના દાયકામાં એક એવો ડાકુ હતો, જેના નામથી લોકો થર થર કાપતા હતા. તેનું નામ હતું ગબ્બર સિંહ. જે પોતાની ક્રુરતા માટે કુખ્યાત હતો. આ ડાકુ પોલીસવાળાઓને પોતાનો સૌથી મોટો દુશ્મન માનતો હતો અને તેના નાક અને કાન કાપી લેતો હતો. ડાંગ ગામમાં જન્મેલો ગબ્બર સિંહ પહેલા સાધારણ જીવન જીવતો હતો, પરંતુ 1955માં ડાકુ કલ્યાણસિંહ ગુર્જરની ગેંગમાં સામેલ થયા બાદ તેનું જીવન બદલાઈ ગયું. ટૂંક સમયમાં તેણે પોતાની અલગ ગેંગ બનાવી અને ચંબલ ઘાટીમાં આતંક ફેલાવ્યો હતો. તેની ઉપર તે સમયે 50000 રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું. ગબ્બર સિંહના આતંકનો અંત 13 નવેમ્બર 1959 ના રોજ થયો હતો.

આ રીતે 1975માં રિલીઝ થયેલી ફિલ્મ શોલેમાં મૂકવામાં આવેલું પાત્ર ગબ્બર સિંહ, આ અસલી ડાકુ પરથી હતું. ફિલ્મના લેખક સલીમખાનએ પોતાના પિતા કે જે મધ્યપ્રદેશ પોલીસમાં હતા, તેની પાસેથી ગબ્બરના કિસ્સાઓ સાંભળ્યા હતા. આ રીતે તેણે આ પાત્રને ગબ્બર સિંહ નામ આપ્યું હતું. અમજદ ખાનએ પણ આ પાત્રને એવું ભજવ્યું કે આ ફિલ્મ થિયેટર્સમાં 5 વર્ષ સુધી ચાલી હતી અને કમાણીના તમામ રેકોર્ડ તોડી દીધા હતા. શોલે આજે પણ ભારતીય સિનેમાની સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મોમાંથી એક છે.