ગુજરાતમાંથી અકસ્માતની અથવા તો આગની દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના ગુજરાતમાં આવેલ રાજકોટ શહેરમાંથી સામે આવી રહી છે. રાજકોટ શહેરમાં આવેલ ગોંડલ હાઈવે પર કિસાન પમ્પ નજીક ગેસની પાઈપલાઇનમાં આગ લાગવાની ઘટના બની છે.
આગ લાગી હોવાની જાણ થતાંની સાથે જ આજુબાજુમાં રહેતાં લોકોમાં દોડાદોડી થઇ ગઈ હતી. મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયા હતાં. આગ લાગવાની જાણ થતાંની સાથે જ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવા માટેનાં પ્રયત્નો કર્યાં હતાં. મળેલ પ્રાથમિક જાણકારી પ્રમાણે કોઇ જાનહાનિ થઈ નથી.
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી :
મળેલ જાણકારી પ્રમાણે, આજે વહેલી સવારમાં ગોંડલ હાઈવે પર આવેલ કિસાન પમ્પ નજીક ગેસની પાઈપલાઈનમાં અચાનક આગ લાગી હતી, જેને કારણે લોકોમાં દોડાદોડી મચી ગઈ હતી. સ્થાનિકોએ સમગ્ર ઘટનાની જાણ કરતાંની સાથે જ ફાયર વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો તેમજ આગ પર કાબૂ મેળવવાનાં પ્રયત્ન કરવામાં આવ્યા હતાં.
અમદાવાદ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગ્યા પછી રાજકોટ ફાયર વિભાગ હરકતમાં આવ્યો :
અમદાવાદમાં કેમિકલ ફેક્ટરીઓમાં આગ લાગ્યા પછી રાજકોટ ફાયર વિભાગ હરકતમાં આવ્યો છે. રાજકોટ ફાયર વિભાગે શહેરની વિવિધ ફેક્ટરી તથા હાઇરાઇઝ બિલ્ડિંગમાં તપાસ હાથ ધરી હતી. કુલ 2 દિવસ અગાઉ ફાયર વિભાગ દ્વારા આજી GIDCમાં કુલ 3 કેમિકલ ફેક્ટરી તથા કુલ 15 હાઇરાઇઝ બિલ્ડિંગને નોટિસ ફટકારવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle