મુસાફરો ભરેલી બસમાં અચાનક ભભૂકી ઊઠી વિકરાળ આગ, અને પછી…જુઓ વિડિયો

Bihar Bus Accident: બિહારના હાજીપુરમાં યાત્રિકોથી ભરેલી બસમાં આગ લાગવાને કારણે હડકંપ મચી ગયો છે. તેનો વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે બસ સંપૂર્ણ રીતે બળી ચૂકી છે. આ વિડીયો મહાત્મા ગાંધી સેતુ પુલનો છે. જોકે બાદમાં ફાયર બ્રિગેડની (Bihar Bus Accident) ગાડીઓએ મહા મહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો.

શું છે સમગ્ર ઘટના?
યાત્રિકોથી ભરેલી બસ હાજીપુર થી પટના જઈ રહી હતી. આ બસ ગાંધી સેતુ પુલ પાસે દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ હતી. બસમાં લાગેલી આગથી તમામ યાત્રીઓ જીવ બચાવીને ભાગવામાં સફળ રહ્યા હતા. બસ હજુ પણ મહાત્મા ગાંધી સેતુ પુલ પર ઉભી છે અને સંપૂર્ણ રીતે બળી ગઈ છે.

આગ પર કાબુ મેળવવા માટે પટના અને હાજીપુરના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જોકે સદનસીબે હજુ સુધી જાનમાલની કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી.

પોલીસે નિવેદન આપ્યું
આ મામલે પોલીસે નિવેદન આપ્યું છે કે એક મુસાફરો ભરેલી બસમાં આગ લાગી ગઈ છે. રોડ પર ટ્રાફિક જામ છે. અમે હાલ રોડ ક્લિયર કરાવી રહ્યા છીએ. બસમાં બેઠેલા મુસાફરોને કોઈ ઈજા કે જાનહાની પહોંચી નથી. તમામ યાત્રિકો સુરક્ષિત છે.